Not Set/ પાસપોર્ટ ઓફિસમાં સર્વર બંધ થતા લોકોએ મચાવ્યો હોબાળો

રાજકોટ, રાજકોટમાં પાસપોર્ટ ઓફિસમાં સર્વર બંધ થતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. પાસપોર્ટ ઓફિસમાં સર્વર ડાઉન થતા સિસ્ટમ બંધ થઈ હતી તેના કારણે અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સર્વર બંધ થતા અરજદારોએ પાસપોર્ટ ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, પાસપોર્ટ ઓફિસમાં અરજદારો છેલ્લા પાંચ કલાક પોતાનો નંબર આવે તેની રાહ જોઈ બેઠા હતા […]

Top Stories Gujarat Rajkot Videos
mantavya 64 પાસપોર્ટ ઓફિસમાં સર્વર બંધ થતા લોકોએ મચાવ્યો હોબાળો

રાજકોટ,

રાજકોટમાં પાસપોર્ટ ઓફિસમાં સર્વર બંધ થતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. પાસપોર્ટ ઓફિસમાં સર્વર ડાઉન થતા સિસ્ટમ બંધ થઈ હતી તેના કારણે અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સર્વર બંધ થતા અરજદારોએ પાસપોર્ટ ઓફિસમાં હંગામો મચાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પાસપોર્ટ ઓફિસમાં અરજદારો છેલ્લા પાંચ કલાક પોતાનો નંબર આવે તેની રાહ જોઈ બેઠા હતા પરંતુ સર્વરબંધ થતા લોકોને નિરાશ થવાનો વારો આવ્યો હતો અને તેને લઈને અરજદારોએ પાસપોર્ટ ઓફિસમાં હંગામો મચાવ્યો હતો.

લોકોને કહેવું છે કે, તેઓ વહેલી સવારથી પાસપોર્ટ ઓફિસમાં ઈન્ટરવ્યુ આપ્યા આવ્યા હતા પરંતુ પાંચ કલાક રાહ જોયા બાદ અધિકારી કહી રહ્યા છે કે સર્વર બંધ છે તમારે કાલે આવવું પડશે અને તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે સરકાર છેલ્લા કેટલાય સમયથી ડિજીટીલાઈઝેશનના બણગા ફૂંકી રહી છે ત્યારે સરકારી ઓફિસમાં સર્વર બંધ થાય તે કેવી રીતે ચાલે.