Not Set/ પરસોત્તમ સોલંકી હજુ જીવે છે, આડકતરી રીતે કર્યા સરકાર ઉપર પ્રહાર

પરસોત્તમ સોલંકી હજુ જીવે છે અને મારી તબિયત વિશે ઊડતી તમામ અફવાઓ ને કોઈ એ ધ્યાન માં ના લેવી. 

Top Stories Gujarat Trending
પૂર્વમંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીના ઘરે કોળી સમાજની બેઠક મળી હતી.

કોળી સમાજની બેઠક : ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વમંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીના ઘરે કોળી સમાજની બેઠક મળી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં કોળીસેનાના પ્રમુખ અને હોદ્દેદારોની આ બેઠકમાં નિમણુક કરવામાં આવી હતી. તો આ બેઠકમાં કોળી સમાજના આગેવાન અને પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકીએ આડકતરી રીતે સરકાર ઉપર પ્રહારો પણ કર્યા હતા.

પૂર્વ મંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીએ પોતાની ખરાબ તબિયતને લઈને ઊડતી અફવાને લઈને કહ્યું હતું કે હું હવે સંપૂર્ણ સ્વસ્થ છું અને હવે મને કાઈ થઈ શકે તેમ નથી. પરસોત્તમ સોલંકી હજુ જીવે છે અને મારી તબિયત વિશે ઊડતી તમામ અફવાઓ ને કોઈ એ ધ્યાન માં ના લેવી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના મંત્રી મંડળની વિદાય બાદ અચાનક જ નો રિપીટ થિયરી ને આધારે ગુજરાત રાજ્યના તમામ મંત્રી અને દિગ્ગજ નેતાઓના પત્તા હાલ તો કાપી ગયા છે. અને આગામી ચૂંટણીમાં પણ જો ભાજપ નો રિપીટ થિયરી કે ઉમરનો બાધ લાવે તો તમામ દિગ્ગજ નેતાઓને ખુરસી વિહોણા ફરવાનો વારો એમ છે. અને તેને લઇ ક્યાંકને ક્યાંક અંદર ખાને પણ કચવાટ દેખાઈ રહ્યો છે. અને ઘરે બેસેલા દરેક નેતાઓનો ઉભરો પણ અવારનવાર છલકાતો દેખાય જ છે.

National / માત્ર મોદી જ નહિ પણ આ મુખ્યમંત્રી પણ બન્યા છે દેશના વડાપ્રધાન

સુરત / હીરા વેપારીને ત્યાં 23 સ્થળો પર ITના દરોડા, 500 કરોડની છેતરપિંડી પકડાઈ

Technology / ચાઇનીઝ ફોન ફેંકી દો અને તેનો ઉપયોગ કરવાનું ટાળો, આ દેશે તેના નાગરિકોને કરી આ અપીલ

Auto / MG Hector નું સસ્તું વેરિએન્ટ થશે બંધ, કેમેરા-ટચસ્ક્રીન જેવી સુવિધાઓ હતી ઉપલબ્ધ 

BSNLએ Jioને આપી માત / વર્ષભર ચાલતો પ્લાન Jio કરતા વધુ શક્તિશાળી છે, કિંમતમાં પણ છે કિફાયતી 

Technology / એક ક્લિકમાં ફોનમાંથી તમામ ડુપ્લિકેટ કોન્ટેક્ટ નંબરને આ રીતે દૂર કરો