ઓર્ગેનિકખેતી નું મહત્વ ખૂબ વધી રહ્યું છે. આજની યુવાપેઢી પણ ભણી ગણીને ખેતીને સમજીને વધુ ગુણવતાયુક્ત પાક મેળવવા માટે ખેતી તરફ વળી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત રમેશભાઈ વાસોયા દ્વારા છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. જેમાં બાજરી, કેળાં સહીત પાકોની ઓર્ગેનિકખેતી કરવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીથી જમીન અને લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સમાન ઓર્ગેનિક ખેતીની વાત મંતવ્ય ન્યૂઝ રમેશભાઈએ કરી હતી.
રમેશભાઈ વસોયાએ જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. અને 10 વીઘામા બાજરીની ઓર્ગેનિક ખેતી કરી છે. સાથે બાગાયતી વાવેતરમાં કેળાં, આંબા, ઘઉ,બાજરો જેવા પાકોની ઓર્ગેનિક કરવામાં આવે છે. રમેશભાઈને 2016માં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાજ્ય કક્ષાનો ઓર્ગેનિક ખેતી પાકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ખેડૂતનુ હિત એવું હોય છે કે, લોકોને ખવડાવવામાં આવે ત્યારે રાસાયણિક ખાતરો કરતા ઓર્ગેનિક છાણ સાથેની ઓર્ગેનિક ખેતી કરી લોકોને સારૂ ખવડાવી લોકોના આરોગ્યની સુખાકારી જળવાઈ, સ્વાસ્થ્ય સારું રહે છે તેવા પ્રયત્નોના ભાગરૂપે રમેશભાઈ વસોયા ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.
રમેશભાઈના મતે રાસાયણિક ખેતી અને ઓર્ગેનિક ખેતીનો તફાવત એવો હોય છે કે, રાસાયણિક પાકના ઉત્પાદનનો વધારે આવે છે અને રાસાયણિક ખેતી પાકથી લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચાડે છે. ત્યારે ઓર્ગેનિક ખેતીમાં પાકનું ઉત્પાદન ઓછું આવે છે પરંતુ ઓર્ગેનિક ખેતીથી લોકોને કોઈપણ જાતની સ્વાસ્થ્યને નુકશાન થતું નથી. અને મીઠાશ વાળો પાક હોય છે ઓર્ગેનિક ખેતીમાં જૂની પરંપરા મુજબ દેશી ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક કરે છે. જેથી જમીન સારી રહે છે અને પાકનો ઉછેર સારો આવે છે. દેશી ખાતરમાં કુદરતી તત્વો હોય છે. જેથી પાકનો ઉછેર સારો આવે છે. અને મીઠાશ વાળો પાક હોય છે. પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈએ સરકારનો પણ આભાર માન્યો હતો. અને ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોનું સન્માન કરવામાં આવે છે. અને સાથે-સાથે સરકાર પાસે એવી માંગ કરી હતી કે, ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોનું હબ બનાવવા આવે અથવા ઓર્ગેનિક ખેતી પાક સરકાર ખરીદે તેમજ કોઈ એજન્સી પાક ખરીદે જેથી ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોને પાકના સારા ભાવો મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : નરેશ પટેલ મળ્યા સીઆર પાટીલને, શું ભાજપમાં જોડાશે ?