Banaskantha News/ મુછાળા ભગવાનની પૂજા માટે કોર્ટમાં જંગ! ઢીમા ધરણીધર મંદિરમાં બે પરિવારો વચ્ચે વિવાદ

ઉત્તર ગુજરાતના ઢીમા ધરણીધર મંદિર (Dhima Dharanidhar Temple) માં પૂજા કરવાના હકને લઈને સેવક અને ઢેમેચા પરિવાર વચ્ચે વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. જાણો મીની દ્વારકાનો ઈતિહાસ અને સમગ્ર મામલો.

Top Stories Gujarat Others
Dhima Dharanidhar Temple Dispute

Dhima Dharanidhar Temple Dispute: ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલું અને ‘મીની દ્વારકા’ તરીકે પ્રખ્યાત ઢીમાનું ધરણીધર ભગવાનનું મંદિર હાલ ભક્તિની સાથે કાયદાકીય લડાઈને કારણે ચર્ચામાં છે. મુછાળા ભગવાનની પૂજાના હક માટે એક જ સમાજના બે અલગ-અલગ પરિવારો વચ્ચે મડાગાંઠ સર્જાતા આ મામલો હવે કોર્ટના દ્વારે પહોંચ્યો છે.

પૂજા માટે શાનો છે વિવાદ?

મળતી માહિતી મુજબ, આઝાદીના છેલ્લા 70 વર્ષથી સેવક પરિવાર અહીં ભગવાનની પૂજા-અર્ચના કરી રહ્યો છે. પરંતુ હવે ઢેમેચા પરિવારે દાવો કર્યો છે કે પરંપરા મુજબ વર્ષમાં 4 દિવસ ભગવાનના ગર્ભગૃહમાં પૂજા કરવાનો અધિકાર તેમને પણ મળવો જોઈએ. આ મામલે અનેકવાર આવેદનપત્રો અને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા આખરે ઢેમેચા પરિવારે ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હાલ આ મુદ્દો સમગ્ર પંથકમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.

Dhima Dharanidhar Temple Dispute

Dhima Dharanidhar Temple નો ઈતિહાસ અને ચમત્કાર

ઢીમા ધરણીધર મંદિરનો ભવ્ય ઈતિહાસ અંદાજે 600 વર્ષ જેટલો જૂનો છે. વિક્રમ સંવત 1477ના જેઠ સુદ અગિયારસના પવિત્ર દિવસે અહીં મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં આ એકમાત્ર એવું સ્થાન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ મુછાળા સ્વરૂપે દર્શન આપે છે. મંદિરના પરચા અંગેની દંતકથા પણ રોચક છે; કહેવાય છે કે 12મી સદીમાં જ્યારે અલાઉદ્દીન ખીલજીએ આ મંદિર તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે અચાનક ભમરાઓ તૂટી પડ્યા હતા અને આખરે તેણે હાર માનીને પીછેહઠ કરવી પડી હતી.

ભક્તોની લાગણી: ‘વિવાદનો જલ્દી અંત આવે’

ઉત્તર ગુજરાતમાં એવી માન્યતા છે કે ચારધામની યાત્રા ત્યારે જ સફળ ગણાય જ્યારે ધરણીધર ભગવાનના દર્શન કરવામાં આવે. લાખો લોકોની આસ્થા આ ધામ સાથે જોડાયેલી છે. ત્યારે પૂજાના હક માટે બે પરિવારો વચ્ચે ચાલી રહેલી આ લડાઈનો જલ્દી અને સુખદ અંત આવે તેવી લાગણી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચો:બનાસકાંઠાઃ દિયોદરમાં ભારે વરસાદ અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો શહેરના વિવિધ માર્ગો પર પાણી પાણી

આ પણ વાંચો:બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો, જગતના તાતનો જીવ તાળવે

આ પણ વાંચો:Banaskantha: બનાસ નદીમાં યુવક ફસાયો, જુએ છે મદદની રાહ