Rajkot News/ અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી, પોસ્ટર વોર છેડાયું

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને  તેમાં લખ્યું હતું

Gujarat

Gujarat News: સુલતાનપુરમાં જાહેરસભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જીગીશા પટેલ વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા. બંને જૂથ વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર છેડાયું છે.

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને  તેમાં લખ્યું હતું કે, ‘અલ્પેશ કથીરિયા 27 એપ્રિલે ગોંડલ આવી રહ્યા છે, સ્વાગતની તૈયારી કરો.’ આ પોસ્ટ પછી ગણેશ ગોંડલે પણ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, ‘ભાગવતભૂમિ ગોંડલને બદનામ કરનારાઓ અને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલના તમામ અઢાર વર્ણ…’ પોસ્ટથી બંને ગ્રૂપ વચ્ચે વિવાદ વધી ગયો છે.

ગોંડલ નજીક સુલતાનપુર ખાતે આયોજિત જાહેર સભામાં, ગણેશ જાડેજાએ 2015ના પાટીદાર આંદોલન દરમિયાન 14 પાટીદાર યુવાનોના મૃત્યુ માટે અલ્પેશ કથીરિયા પર આરોપ લગાવ્યો હતો અને તેમને ગોંડલને બદનામ કરનાર વ્યક્તિ ગણાવ્યા હતા. આ ઉપરાંત, જાડેજાએ પાટીદાર સમાજના નેતાઓને પડકાર ફેંક્યો કે જો તેઓ કલ્યાણ ઇચ્છતા હોય તો ગેંગ વોર માટે તૈયાર રહે. બંને નેતાઓના સમર્થકોએ સોશિયલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ પોસ્ટ કરીને વિવાદને વેગ આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલગામ હુમલાનું હમાસ કનેક્શન… ઇઝરાયલે શું કહ્યું, તે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને અસર કરશે

આ પણ વાંચો:જો કોઈ વિમાન પાકિસ્તાનમાંથી પસાર થયું તો…! શાહબાઝ સરકારે ભારતને આપી મોટી ચેતવણી

આ પણ વાંચો:જ્યારે ભારતે પાણી બંધ કર્યું, ત્યારે પાકિસ્તાનનું ગળું સુકાવા લાગ્યું, સુરક્ષા નિષ્ણાતો કરી રહ્યા છે બાલાકોટને યાદ