Not Set/ અમદાવાદ વિકાસગૃહમાં મૂકબધિર યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા

અમદાવાદ, અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં મૂકબધિર યુવતી પર વર્ષ-૨૦૧૬માં થયેલા દુષ્કર્મના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ વિકાસગૃહમાં આશ્રય લેનારી એક ૩૨ વર્ષીય યુવતી જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી હોવાનું બહાર આવ્યું હતું. આં બાબત સામે આવતા વિકાસગૃહના સત્તાધીશો […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં મૂકબધિર યુવતી પર વર્ષ-૨૦૧૬માં થયેલા દુષ્કર્મના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે.

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ વિકાસગૃહમાં આશ્રય લેનારી એક ૩૨ વર્ષીય યુવતી જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી હોવાનું બહાર આવ્યું હતું. આં બાબત સામે આવતા વિકાસગૃહના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદપણ નોંધાવવામાં આવી હતી. જેમાં વિકાસગૃહના સંચાલક અમૃત પટેલે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો હતો.

આ અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેના અંતર્ગત આજે સોમવારે કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા આરોપી અમૃત પટેલને દોષિત ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. આ સાથે યુવતીને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

આ કેસમાં ભોગ બનનાર યુવતી તરફથી પબ્લિક પ્રોસીક્યુટર દ્વારા દલીલો કરવામાં આવી હતી. તેમજ એફએસએલના રિપોર્ટમાં ડીએનએ ટેસ્ટ કરાવાયા પછી યુવતી ઉપર બળાત્કાર થયો હોવાનું અને તેના લીધે યુવતીના ગર્ભમાં રહેલા બાળકનો પિતા વિકાસગૃહનો સંચાલક અમૃત પટેલ હોવાનું ફલિત થયું હતું. જેના આધારે પોલીસ દ્વારા અમૃત પટેલની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મૂકબધિર યુવતીને 22 સપ્તાહનો ગર્ભ હોવાનું બહાર આવતા તેનો ગર્ભપાત કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પરવાનગી માંગવામાં આવી હતી. આથી હાઈકોર્ટે યુવતીને બોલાવીને તેની ઈચ્છા જાણવા માટે પૂછપરછ કરી હતી ત્યારે યુવતીએ ગર્ભપાત કરાવવાની ના પાડી હતી.