Surat News/ મધ્ય પ્રદેશની યુવતી, રાજકોટનો સગીર સોશિયલ મીડિયાથી પ્રેમમાં પડ્યા, લગ્ન કરી ભાગ્યા પણ ઝડપાઈ જતાં પ્રેમકથાનો અંત

સોશિયલ મીડિયા(social media)થી મધ્ય પ્રદેશની યુવતી રાજકોટના સગીરના પ્રેમમાં પડી, ઘરેથી ભાગી છૂટ્યા પણ પોલીસે પ્રેમી પંખીડાનેઝડપી લીધા

Gujarat Surat
social mediaના વળગણની સગીર છોકરાએ ભારે કિંમત ચૂકવી

Surat news: સોશિયલ મીડિયા (social media)નું વળગણ યુવા પેઢીને ઘણી વખત આડે પાટે ચઢાવતું હોવાના અનેક કિસ્સા વાંચવા અને સાંભળવામાં આવ્યા છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશની 21 વર્ષની યુવતી અને રાજકોટના એક સગીર છોકરા (minor boy) વચ્ચેની પ્રેમકથા(love story)નો છે. યુવતી અને સગીર દોઢ-બે વર્ષથી ઈનસ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં બન્ને એકબીજા સાથે સામાન્ય વાતચીત કરતા હતા. ધીરેધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને જીવનભરના સાથી બનવા બન્ને ઉતાવળા થયા હતા.

સગીરને સોશિયલ મીડિયા(social media)નું વળગણ હતું

મધ્ય પ્રદેશની યુવતી વયસ્ક હતી પરંતુ રાજકોટનો યુવક સગીર હતો. છતાં પ્રેમી પંખીડા(love bird) લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. કાયદાની મર્યાદાને અવગણી આખરે બન્નેએ લગ્ન કરી લીધા પરંતુ આ અધીરાઈ તેમને ભારે પડી હતી. ઘરેથી ભાગી જઈ લગ્ન તો કરી લધા પણ પછી કાયદાની જળમાં ફસાયા છે. યુવતી ઘરે ન આવતાં તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજીતરફ સગીર પણ ઘરે ના આવતાં તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

અંતે સુરત રેલવે સ્ટેશનથી પકડાયા

યુવતીના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી જ્યારે સગીરના પરિવારે તેમનો પુત્ર લાપતા હોવાની ફરિયાદ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સગીરને મધ્ય પ્રદેશની એક યુવતી ભગાડી ગઈ છે. પોલીસ સૂત્રોને એવી પણ બાતમી મળી હતી કે બન્ને પ્રેમી પંખીડા સુરત રેલવે સ્ટેશને અટવાયા છે. પોલીસે ત્યાં જઈ બન્નેને ઝડપી લીધા હતા.


આ પણ વાંચો : સુરતમાં છ વર્ષથી નાસતો ફરતો ફ્રોડસ્ટર પોલીસના સકંજામાં

આ પણ વાંચો : લવજેહાદઃ વિધર્મીએ વિધવાને પ્રેમમાં છેતરતા કરતા આપઘાત કરવા નીકળી

આ પણ વાંચો : સુરત પોલીસનો સખ્ત સંદેશ, “કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો”, ગુનાખોરી સામે તવાઈ