Surat News: સુરતમાં છ વર્ષથી નાસતો ફરતો ચીટર પોલીસના સકંજામાં આવ્યો છે. આના પગલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને (Surat Crime Branch) મોટી સફળતા મળી છે. અમદાવાદના અસારવા ખાતેથી આ આરોપીને ઝડપી લેવાયો છે. આમ સુરત પોલીસની મહેનત લાંબા સમય પછી રંગ લાવી છે.
આરોપીએ કાપડના વેપારી સાથે છેતરપિંડી કરી હતી. તેણે 78 લાખ રૂપિયાથી વધુ રકમની સાડી ખરીદી હતી. દલાલ મારફતે પ્રિન્ટેડ તથા ડાયમંડ વર્કની સાડીઓ ખરીદી હતી. વેપારીને પેમેન્ટ ન ચૂકવીને ચીટર દર્શન ભાગી છૂટ્યો હતો. સલાબતપુરા પોલીસના ચોપડે દર્શન ઠાકોર મોસ્ટ વોન્ટેડ હતો.
કાપડ માર્કેટમાં આમ પણ કટોકટી ચાલે છે ત્યારે આ પ્રકારની ચોરીના લીધે વેપારીને મોટો ફટકો પડ્યો હતો. વેપારી સાથે દર્શને કરેલી ચોરીના કારણે વેપારીની સ્થિતિ નાણાકીય રીતે કથળી ગઈ હતી. તેના કારણે વેપારીને બીજાનું પેમેન્ટ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. તેણે રીતસરના બીજી ચૂકવણી માટે મહેતલ લેવી પડી હતી.
આ પહેલા પોલીસે સુરતમાં આવેલી એક આંગડિયા પેઢી સાથે એક કરોડની છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી ઝડપ્યો હતો. સુરતમાં મહીધરપુરામાં એસ.કે.આંગડિયામાં આ છેતરપિંડી થઈ હતી.
પોલીસે હરીશ સીસારા નામના આરોપીને કામરેજ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. તપાસમાં આરોપીએ તેના મળતીયાઓ સાથે મળીને આ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એસ.તે.આંગડિયામાં એક કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા હતા.
આ બન્ને આરોપીની પુછપરછમાં મખ્ય આરોપી હરીશનું નામ સામે આવ્યું હતું. આરોપી હરીશ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી
આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી
