Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને બંધારણ દિવસ અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે બંધારણ દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાવસભર સ્મરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગાંધીનગર (Gandhinagar)ના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન માં સ્થિત બાબા સાહેબ આંબેડકર (Babasaheb Ambedkar)ની પ્રતિમાને ભાવાંજલિ આપીને બાબાસાહેબ આંબેડકરની ભાવ વંદના કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ (Meera Patel) , ધારાસભ્ય રીટા પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. .
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણા થી 2015 થી દર વર્ષે 26 નવેમ્બરની દેશભરમાં સંવિધાન દિવસ (Constitution Day) તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે . આ દિવસે બંધારણના આમુખ (Preface) પઠન પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી શક્ય તેટલી વહેલી તકે યોજવી પડશે,જાણો બંધારણની કલમ 68 શું કહે છે?
આ પણ વાંચો: ‘બળાત્કારીઓને નપુંસક અને પોર્નોગ્રાફિક પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી

