MANTAVYA Vishesh/ વક્ફ બોર્ડ, દેશ અને બંધારણ સાથે મોટો ફ્રોડઃ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી

દેશ અને બંધારણ માટે સૌથી મોટો ફ્રોડ હોય તો તે વક્ફ બોર્ડ છે. આશ્ચર્યની વાત એ છે આ ફ્રોડ 71 વર્ષથી ચાલતો આવ્યો છે. કોઈપણ બંધારણીય આધાર નહીં, કોઈ કાયદાકીય આધાર નહી, કોઈ ઉપયોગિતા નહીં, કોઈ સમાજસેવાના કાર્યો નહીં, દેશ માટે જરા પરસેવો પણ વહાવ્યો નથી, છતાં પણ દાદાગીરી જબરદસ્ત.

Mantavya Vishesh

દેશ અને બંધારણ માટે સૌથી મોટો ફ્રોડ હોય તો તે વક્ફ બોર્ડ છે. આશ્ચર્યની વાત એ છે આ ફ્રોડ 71 વર્ષથી ચાલતો આવ્યો છે. કોઈપણ બંધારણીય આધાર નહીં, કોઈ કાયદાકીય આધાર નહી, કોઈ ઉપયોગિતા નહીં, કોઈ સમાજસેવાના કાર્યો નહીં, દેશ માટે જરા પરસેવો પણ વહાવ્યો નથી, છતાં પણ દાદાગીરી જબરદસ્ત. વક્ફ બોર્ડના અસ્તિત્વને આટલા વર્ષો થયા, પણ તેના અસ્તિત્વનો અર્થ હજી પણ સમજની બહાર છે, એમ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું.

શું આપણા દેશમાં કોઈને પણ તેવો અધિકાર હોઈ શકે કે તે જે કહી દે તે મિલકત તેની થઈ જાય. તેના  નિર્ણયને કોઈ કોર્ટમાં પણ પડકારી ન શકાય. વક્ફ જેવી સંસ્થા જે નક્કી કરે તે નિર્ણયને કોર્ટમાં પણ પડકારી ન શકાય. એકબાજુએ બંધારણ મુજબ દેશ ચલાવવાની વાત થાય છે તો આ વક્ફ બોર્ડને કયું બંધારણ લાગુ પડે છે તે બંધારણ મુજબ દેશ ચલાવનારાઓની માંગ કરનારા બતાવે. શું વક્ફ બોર્ડ ન્યાયતંત્રથી પણ પર થઈ ગયું. ન્યાયતંત્રને અતિક્રમી જવાનો અધિકાર તો દેશમાં કોઈપણ સંસ્થાને અપાયો નથી તો વક્ફ બોર્ડને આ અધિકાર કયા આધારે આપવામાં આવ્યો તે મોટો સવાલ છે.

આપણા દેશમાં અનેક સંપ્રદાયો છે તો ફક્ત વક્ફ બોર્ડને જ આ અધિકાર શા માટે, બીજા સંપ્રદાયોને જે બંધારણ લાગુ પડે તે વક્ફ બોર્ડને કેમ લાગું ન પડે. બીજા સંપ્રદાયોને વક્ફ બોર્ડ જેવા અધિકાર કેમ આપવામાં આવ્યા નથી. બીજા સંપ્રદાયો માટે કેમ પર્સનલ લો બનાવવામાં આવ્યા નથી. આ બધું જ ફક્ત એક ધર્મના લોકો માટે શા માટે તે સળગતો સવાલ છે.

તેમણે જણાવ્યું હતું કે આઝાદી મળી ત્યારે જે હિંદુઓ પાકિસ્તાનથી ભાગીને ભારત આવ્યા તે હિંદુઓની પાકિસ્તાનમાં રહી ગયેલી મિલકતો માટે તો સરકારે કોઈ કાર્યવાહી કરી નથી, જ્યારે તે મિલકતોનું વળતર મેળવવો તે હિંદુઓનો ન્યાયિક અધિકાર હતો. હિંદુઓને ન્યાયિક અધિકાર અપાવવામાં પાછી કરનારી સરકારે ભારતમાં રહેલા મુસ્લિમો માટે આ વક્ફ કાયદો કયા આધારે બનાવ્યો. વક્ફ જેવા કાયદાનો અમલ મુસ્લિમો માટે અને બંધારણને જાળવવાની જવાબદારી ફક્ત હિંદુઓના માથે તેવું ક્યાંથી ચાલે.

હવે જો સરકારે આ જ રીતે સમાજ મુજબના કાયદા રાખવા હોય તો મુસ્લિમોને પર્સનલ લો અપાય તો પછી હિંદુઓને કેમ સનાતન ધર્મ મુજબ ચાલવાથી કેમ દૂર રાખવામાં આવે. હિંદુઓ પછી શું કામ બંધારણને અનુસરે, તે પણ સનાતન ધર્મના કાયદા મુજબ કેમ ન ચાલે તે બહુ મોટો કોયડો છે.

સરકારનું કામ સમાજને જોડવાનું હોય છે, અહીં તો સરકાર આ પ્રકારના એક સમાજને આળપંપાળ કરતાં કાયદા લાવીને રીતસરનું કોમી વૈમનસ્ય વધારી રહી છે. સરકાર જો બંધારણ મુજબ ચલાવવાની હોય તો પછી તે બંધારણ મુજબ જ ચાલે અને જો પર્સનલ લો રાખીને ચલાવવી હોય તો પછી મુસ્લિમો ભલે શરિયા પાળે અમને વાંધો નથી, પરંતુ હિંદુઓને પણ સનાતન ધર્મમાં દર્શાવેલા વેદો અને પુરાણો મુજબ ચાલવા દેવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે આઝાદીના 77 વર્ષ થયા છે અને બંધારણના અમલીકરણને 74 વર્ષ થયા છે ત્યારે આટલા સમયગાળામાં વક્ફે દેશ માટે શું કર્યુ, દેશની વાત જવા દો તેમણે પોતાના મુસ્લિમ સમાજ માટે શું કર્યુ, મુસ્લિમ સમાજ માટે સ્કૂલો બનાવી, તેમને આપત્તિના સમયે કોઈ દાન કર્યુ, મુસ્લિમ ગરીબોને કેટલું દાન આપ્યું, કેટલી હોસ્પિટલ બનાવી, મુસ્લિમ સમાજની ગરીબ વિધવાઓ માટે શું કર્યુ, એક મુસ્લિમને સમખાવા પૂરતી દુકાન બનાવી આપી છે, કશું જ નહીં. બસ બધુ હડપી જ જવું છે.

હવે વિચારો કે તેની પાસે કુલ 8.7 લાખ જેટલી સંપત્તિ છે. ભારતમાં રેલ્વે અને ડિફેન્સ પછી તેની પાસે સૌથી વધુ જમીન છે. સૌથી ખરાબ તંત્ર સરકારી તંત્ર કહેવાય તેવું રેલ્વે પણ તેની મિલકતોમાંથી વર્ષે અઢી લાખ કરોડ રૂપિયાની આવક મેળવે છે. તેની સામે વક્ફ 8.7 લાખ સંપત્તિમાંથી માંડ 126 કરોડ રૂપિયાની આવક મેળવે છે. આ વાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં ઓન રેકોર્ડ કહી છે.

વક્ફ બોર્ડના આ મુસ્લિમ સમાજના નામે ચરી ખાતા ટ્રસ્ટીઓએ કેટલીય સંપત્તિઓ વેચી દીધી હોવાનું મનાય છે. તેઓએ આ બધી રકમ ઘરભેગી કરી છે. હવે સરકારે ધોકો પછાડ્યો છે એટલે તેમનો ગરાસ લૂંટાવવા બેઠો છે. વક્ફની વીસ હજારથી સંપત્તિઓ બેએક વર્ષ પહેલા ચોપડે દેખાતી હતી, પરંતુ હવે તે અદ્રશ્ય થઈ ગઈ છે. આ સંપત્તિ ગઈ ક્યાં. કોઈનું એક મકાન જાય તો પણ મોટો ઉહાપોહ થાય છે ત્યાં આટલી મોટાપાયા પરની સંપત્તિઓ બોર્ડ પાસેથી અદ્રશ્ય થઈ જાય છે, પણ બધા જ ચૂપ. આ રીતે દરેકની જમીન પચાવીને બનેલું વક્ફ બોર્ડ વાસ્તવમાં બોર્ડ નહીં પણ ભૂમાફિયા જ કહેવાય.

વક્ફ બોર્ડની અંદરના આંતરિક ધોરણે વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે સ્થિતિ એવી છે કે તેના કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ તેને ફાંફા છે. આ ઉપરાંત વક્ફ બોર્ડે 1987ના સમયગાળામાં મુસ્લિમ વિધવાઓને મહિને પેન્શન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો, આજની તારીખ સુધી પણ તેનો અમલ થયો નથી. તેઓએ કમસેકમ આ એક કામ પણ કર્યું હોત તો તેમને કેટલીય વિધવા મહિલાઓની દુઆઓ મળી હોત. આ વક્ફને નથી કોઈ કુરાન સાથે સંબંધ કે ઇસ્લામ સાથે સંબંધ કે શરિયા સાથે સંબંધ, ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં પણ વક્ફ બોર્ડ નથી. કેટલાય ઇસ્લામિક દેશોમાં આવું કોઈ બોર્ડ નથી. પછી ભારતમાં આ પ્રકારના બોર્ડની જરૂર જ શી છે.

હાલમાં વક્ફમાં કરવામાં આવેલા સુધારા અંગે જગતગુરુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વાસ્તવમાં વક્ફની જરૂર જ નથી, પરંતુ આ દિશામાં કશું ન થાય તેના કરતાં કંઇક થાય તે વધારે યોગ્ય છે. હજી આ તો શરૂઆત છે, આગળ હજી આવા ઘણા સુધારા થવાના છે એમ તેમણે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !