@ ચિરાગ પંચાલ, અમદાવાદ
આઇએનએસ કરંજની તૈનાતી એટલે, તેનો મતલબ છે કે આપણા દેશના નાગરિકો શાંતિથી સુએ, આરામથી રહે, તેમને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે તે સુમદ્રમાં કોઇ પણ દુશ્મનને દેશમાં આવવા નહી દે દુશ્મનોને આ સ્પષ્ટ સંકતે છે કે તેઓ પોતાની ચિંતા કરે. આપણી સામે નજર ન કરે. અને જો કરી તે તેઓ મુશ્કેલીમાં આવી શકે છે. જો કે દુનિયામાં સૌથી વધારે સબમરિન અમેરીકા પાસે છે. અને ભારતનો આ શ્રેણીમાં આઠમો નંબર છે.

ભારતીય નૌસનામાં હાલમાં હયાત યુદ્ધ જહાજોની તુલનામાં ભારત સમુદ્રમાં હજુ એક વધારે ટન ભાર વાળું વિમાનવાહક ઇચ્છે છે. પણ મોદી સરકારના રણનિતીકારોએ હજુ સુધી તેનો નીર્ણય લીધો નથી. કારણ કે તેમાં મોટો ખર્ચો આવે તેમ છે. વિક્રમાદિત્યનું વજન ૪પ હજાર ટન અને વિક્રાંતનું વજન ૩૭પ૦૦ છે. હજુ ભારત ૬પ હજાર ટન વજનનું ત્રીજા વાહક આઇએનએસ વિશાલ માટે વાતચીત ચાલી રહી છે. પણ તેમાં ભારતને લગભગ ૧પ બિલીયન ડોલરનો ખર્ચ આવી શકે તેમ છે.

કોની કેટલી છે તાકાત
દુનિયામાં ૧૪ સબમરીન સાથે ભારતનો આઠમો નંબર છે. તો તુર્કી પાસે ૧૩ સબમરીન છે. જ્યારે દક્ષિણ કોરિયા પાસે ૧પ સબમરિન છે. તો જાપાન પાસે ૧૭ અને ઇરાન પાસે ૩૩ સબરમરિન છે.દુનિયામાં ઇરાનનો પાંચમો નંબર છે. તો રશિયા ૬૦ સબમરિન સાથે દુનિયામાં ચોથા નંબરે છે. જ્યારે ૬૮ સબમરિન સાથે ચીન ત્રીજા નંબર પર છે. ઉત્તરકોરિયા પાસે ૭૦ સબમરિન છે. તેમાંથી એક લાપતા છે. જો કે આ લીસ્ટમાં અમેરીકા સૌથી ટોપ પર છે. અમેરીકા પાસે દુનિયામાં સૌથી વધારે ૭પ સબમરિન છે.
જો કે ભારતમાં સ્કોર્પિયન શ્રેણીની સૌથી પહેલ સબમરિન ૨૦૧૭માં લોન્ચ થઇ હતી. વાગીરથી પહેલાં અત્યાર સુધીમાં સ્કોર્પિયન શ્રેણીની ચાર સબમરિન લોન્ચ થઇ ચૂકી છે. તેમાં સૌથી પહેલાં આઇએનએસ કલાવરી ૨૦૧૭માં આવી હતી. તે પછી ખંડેરી, કરંજ અને વેગાર સબમરિન લોન્ચ થઇ ચૂકી છે. પ્રોજેક્ટ-૭પ મુજબ અત્યાર સુધીમાં સ્કોર્પિયન શ્રેણીની હજુ એક સબમરીનનું લોન્ચિંગ બાકી છે.

કેટલા દેશ પાસે છે પરમાણુ સબમરીન અને તેની કેટલી છે તાકાત ?
તો દુનિયામાં રોયલ નેવી ઓફ યુનાઇટેડ કિંગડમની પરમાણું સબમરિન છે. તેનું વજન ૭૮૦૦ ટન છે. અને તેને આવનારી પેઢીને સબમરિન માનવામાં આવે છે. તો યુનાઇટેડ કિંગડમની પાસે અત્યાધુનિક સબમરિન છે. જેમાંથી પરમાણું અસ્ત્રયુકત મિસાઇલો છોડી શકાય છે. જ્યારે અમેરીકી નૌસેનાની તાકાતવાળી સબમરિન છે. જે દુશ્મનો પર ખુબ ઝડપથી હૂમલો કરે છે. તેનું વજન ૧૮ હજાર ટન જેટલું છે. તો પુર્વ સોવિયત સંઘ અને રશિયાની સબમરિન પણ તાકાતવર છે. જેને ૧૯૭૩માં પોતાના નિર્માણ સમયથી નૌસેનાની તાકાત છે. પુર્વ સોવિયત સંઘની સબમરિન જેનું વજન ૨૬ પાંચસો ટન છે. અને તે ૧૯૮૦ના દાયકાથી દરિયામાં તૈનાત છે. ભારતની પરમાણુ સબમરિન આઇએનએસ અરિહંત સોવિયત સંઘની ચાર્લી ક્લાસની કોપી છે. અરિહંતમાં ૮૦ મેઘાવોટની વિજળી ઉત્પન્ન કરી શકે તેવા વોટર રિફ્લેક્ટર લાગેલા છે. અને તેનાથી મિસાઇલો પણ છોડી શકાય છે.

તો ચીની સેના પાસે અત્યાધુનિક સબમરીન છે. જેનું વજન નવ હજાર ટન જેટલું છે. ચીની નૌસેના દ્વારા તૈનાત શાંગ ક્લાસનું વજન છ હજાર ટન છે. ચીની નૌસેનાની હાનક્લાસ સબમરિનનું વજન પપ૦૦ ટન છે. અને તે ચીનની પહેલી પરમાણું સબમરિન હતી. તો ફ્રાંસની પરમાણું સબમરીનનું વજન ૨૬૦૦ ટન છે.
માનવામાં આવી રહયુ છે કે હવે ભારતમાં API ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. જે સબમરિનની ડીઝલ-ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમને વધારે છે. તેનો મતલબ છે કે એઆઇપી ફિટેડ સબમરિનને પોતાની બેટરી ચાર્જ કરવા માટે સપાટી પર નહી આવવું પડે. અને લાંબા સમય સુધી તે સમુદ્રના પાણીની નિચે રહી શકે છે. એક તરફ જ્યાં ન્યુક્લિયર સબમરિન જ્યાં શિપ રિએક્ટરને લીધે અવાજ કરે છે. તો એઆઇપી ટેકનિકવાળી સબમરિન ઘાતક શાંતિ બનાવી રાખે છે. આ નવી ટેકનોલોજી ભારતીય સબમરિનને વધારે ઘાતક બનાવશે.
