ભરૂચમાં સૌ કોઇને આશ્ચર્યમાં નાખી દે તેવી એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક ભારે ભરખમ ભગરી ભેંસ રાત્રે અચાનક જ એક કાચા મકાનનાં છાપરા પર આવી ગઇ હતી. મકાન કાચું હોવાથી ભેંસનો પગ છાપરું તોડી ઘરની આંદર આવી જતા અને આચાનક ઘરની છતમાં ભેંસનો પગ દેખાતા ઘરવાળા પણ પ્રથમ તો બધા ગભરાય ગચા હતા. બાદમાં તપાસ કરતા જીવતી જાગતી ભેંસ છાપરા પર હોવાનું જાણવા મળ્યું. આ ઘટનાથી ઘર અને આસપાસમાં રહેતા લોકો ત્યા રાત્રે આકઠા થઇ ગયા હતા અને તંત્રને મદદ માટે પુકાર કરી હતી.
કામધેનુ ગૌરક્ષા સમિતિ અને ફ્રેઇન્ડ્સ ઓફ એનિમલ્સ, ભરૂચ ફાયર ટિમ, ભરૂચ GEB ટિમ અને સ્થાનિકોનાં સહકાર તાત્કાલિક રાત્રી ના અંધકારમાં જીવનાં જોખમે ભેંસનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. તંત્ર અને સામાજીક સંસ્થા દ્વારા ઘરને કોઇ નુકસાન ન પહોંચે તેવી રીતે ભેંસને સહી સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી. ભેંસને પણ સદભાગ્યે કોઇ હેની થઇ ન હતી. પરંતુ અહી પ્રશ્ન એ થાય છે કે એક કાચા ઘરનાં છાપરા પર ભેંસ ચડી કઇ રીતે? કે આવી શી રીતે ?
સમગ્ર કિસ્સાની વાત કરવામા આવે તો, ભરૂચ રતનતાલાવ વિસ્તાર માં અસરે 30 ફૂટ ઉંચાઈ વાળા ટેકરા પાર અંધારામાં ભેંશ ચરી રહી હતી. અચાનક જ ભેંસનો પગ લપસી જતા, ભેંસ ઘડાકા સાથે એક ઘરનાં છાપરા ઉપર પડી. ભારે ભરખમ ભેંસ પછડાતા, છાપરું તોડી પગ ઘરમાં લટકી ગયો હતો. આ વિચિત્ર ઘટના બનતા ઘર ના લોકો પેહલા તો ઘભરાઈ ગયા હતા.
પરંતુ ત્યારબાદ જાણ થતાં તાત્કાલિક સ્થાનિકોએ રાત્રીનાં અંધકારમાં જીવનાં જોખમે કામધેનુ ગૌરક્ષા સમિતિ અને ફ્રેઇન્ડ્સ ઓફ એનિમલ્સનાં સંયુક્ત ઉપક્રમે આશિષ શર્મા, જયરામભાઈ ગલચર, યોગેશ મિસ્ત્રી તથા તેમનાં સાથી કાર્યકર્તા અને ભરૂચ ફાયર ટિમ,ભરૂચ GEB ટિમ, અને સ્થાનિકોનાં સહકાર સાથે તેમજ એનિમલ રેસ્કયુ એક્સપર્ટ આશિષ શર્માનાં માર્ગદર્શન હેઠળ ભેંશ ને સહી સલામત રીતે ઘરના છાપરા પર થી JCB મશીનની મદદથી બહાર કાઢી અને નીચે ઉતારવામાં આવી હતી. ઘરમાં બહુ ઓછું નુકશાન થાય એવી સુંદર કામગીરી કરી હતી આ કામ કરી આપવામાં આવતા તમામ સહાય કર્તાઓનો સ્થાનિક અને ઘર માલિક એ આભાર વ્યક્ત કર્યો હતો
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
