વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે શહેરમાં કેટલીક જગ્યાએ વીજળી પડવાના પણ બનાવ બન્યાં છે, સાઉથ બોપલમાં મહેર હોમ્સની સામે આવેલા સારથ્ય બિલ્ડીંગ પર વીજળી પડી હતી, અને આ દ્રશ્યોને કોઇ વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યા છે,
તમે જોઇ શકો છો કે એક જોરદાર ચમક સાથે આ બિલ્ડીંગ પર વીજળી પડી રહી છે, કડાકા સાથે વીજળી પડતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જો કે આ બિલ્ડીંગને કોઇ મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું નથી અને કોઇ જાનહાનિના પણ સમાચાર નથી, કોઇ વ્યક્તિએ વીજળી પડી રહી હોવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકતા તે ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
આપને જણાવી દઈએ કે આ બિલ્ડીંગ ઉપર પહેલા પણ વીજળી પડી ચૂકી છે.
શહેરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતા. જેને લઇને શહેરના અંડરપાસમાં પાણી ભરાઇ ગયેલા જોવા મળ્યાં હતા. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયેલા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
