મોરબીના વાંકાનેરના અગાભી પીપળીયા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તો ત્યાર બાદ ભાભીએ દિયરના પત્નિ સાથે વાત કરી જે વાત દિયરને ન ગમી અને દિયરે ભાભીને માર માર્યેા. જેને પગલે ભાભીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. તો આ અંગેનો હત્યાનો ગુન્હો નોંધી પોલીસે આરોપી દિયરને ઝડપી લીધો છે.
- ભાભી પત્નિ સાથે વાત કરતા દિયરને ન ગમ્યું
- ભાભીને ઉતારી મોતને ઘાટ
- પોલીસે આરોપી દેવરને ઝડપી લીધો
વાંકાનેરનાઅગાભી પીપળીયા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની ભાભી સાથે વાત કરતી હોય જે સારું નહિ લાગતા દિયરે ભાભીને માર માર્યો હતો. જેને પગલે ભાભીનું સારવાર દરમિયાનમોત થયું હતું. જે બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધી પોલીસે આરોપી દિયરને ઝડપી લીધો છે.
India / ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા…
અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશીદેવીપુજક (ઉ.વ.૨૫) પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો. પતિ-પત્નીના ઝઘડા બાદ હીરાબેન ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે આવી હતી અને તેની સાથે વાત કરી હતી. જે અંગે દિયરને પસંદ નહિ આવતા આરોપી મુકેશ ધારશીએમીનાબેનને ગાળો આપી હતી. અને ઉશ્કેરાઈ જઈને મુકેશ ધારશીએ મીનાબેનને માર માર્યો હતો . જેથી ઈજાગ્રસ્ત મીનાબેનને સારવાર માટે હોસ્પિટલખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.
Covid-19 / દુનિયા આખીને ડરાવતું UK, કોરોનાના નવા પ્રકારથી આખી દુનિયા ડર…
જે બનાવ અંગે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ બી ડી પરમારનીટીમ ચલાવી રહી હોય આરોપી મુકેશ ધારશી દેવીપુજકને દબોચી લેવાયો છે. અને કોર્ટમાંરિમાન્ડની માંગણી સાથે રજુ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
Tharad / વગર મંજુરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શ…
Kutchh / જીલ્લામાં કોરોનાં ગાઈડલાઈનનું ચુસ્ત અમલીકરણ કરાવાશે : પોલીસ …
India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
