Not Set/ બર્થ ડેના દિવસે જ 10 વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાધો

સુરત, સુરતના સચીન વિસ્તારમાં એક સગીરાનો મૃતદેહ તેના જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. દુર્ગાવતી નામની 10 વર્ષની આ સગીરાએ પોતાના ઘરમાં કેમ ફાંસો ખાધો તે રહસ્ય છે. કમનસીબી એ હતી કે સગીરાએ તેની બર્થ ડેના દિવસે જ ગળે ફાંસો ખાધો હતો. સચિન વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના વતની […]

Top Stories Surat

સુરત,

સુરતના સચીન વિસ્તારમાં એક સગીરાનો મૃતદેહ તેના જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. દુર્ગાવતી નામની 10 વર્ષની આ સગીરાએ પોતાના ઘરમાં કેમ ફાંસો ખાધો તે રહસ્ય છે.

કમનસીબી એ હતી કે સગીરાએ તેની બર્થ ડેના દિવસે જ ગળે ફાંસો ખાધો હતો.

સચિન વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના વતની અને કામના સ્થળે જ રહેતા પરિવારની દીકરીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

મૃત હાલતમાં મળેલી દુર્ગાવતી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.દુર્ગાવતીના પિતા ચંદ્રિકાપ્રસાદ સાકેતે જણાવ્યું કે તેઓ ફેક્ટરીમાં કારીગર છે અને ઉત્તરાયણમાં તેમની ફેક્ટરીમાં રજા હોવાથી તેઓ ઘરે હતા તે દરમિયાન તેમની પુત્રીનું મોત થયું હતું.

ચંદ્રિકાપ્રસાદ ગરૂડ સાકેત અને તેમનો પરિવાર ભાગવેશ નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં ઉપરના માળે જ રહે છે.ચંદ્રિકાપ્રસાદના ચાર સંતાનોમાં દુર્ગાવતી સૌથી મોટી હતી. સચિન પારડીની શાળામાં તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેનો જન્મદિવસ હોવાથી નવા ગમતાં કપડા પણ લઈ આપ્યાં હતાં.

ઉત્તરાયણના દિવસે સાકેત પરિવાર ઉભરાટના દરિયા કિનારે પણ ગયાં હતાં. ઘરનો દરવાજો બંધ હોવાથી તેની માતા (રૂબી)એ તિરાડમાંથી લટકતી દીકરીનો મૃતદેહ જોઈને રાડારાડ કરી મુકતા સૌને જાણ થઈ હતી. આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર મુદ્દે સચીન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.