VADODRA NEWS/ વડોદરામાં સેવઉસળ ખાતા ગ્રાહક ચોંક્યો! લીલી ડુંગળીમાં જીવાત દેખાતાં વીડિયો થયો વાયરલ

Vadodara Sev Usal: વડોદરાના સુભાનપુરામાં સેવઉસળની દુકાનમાં પીરસાયેલી લીલી ડુંગળીમાં વંદો મળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠ્યા છે.

Gujarat Top Stories
Vadodara Sev Usal: લીલી ડુંગળીમાં જીવાત દેખાતા ગ્રાહકે બનાવ્યો વીડિયો

Vadodra News: શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી મહાકાળી સેવઉસળની (Mahakali Sev Usal) દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી સેવઉસળની (Vadodara Sev Usal) લીલી ડુંગળીમાંથી જીવાત મળી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો ગ્રાહકે બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.

Vadodara Sev Usal: સેવઉસળ ખાતા લીલી ડુંગળીમાં દેખાયું જીવાત

મળતી માહિતી મુજબ, એક ગ્રાહક દુકાનમાં સેવઉસળ આરોગી રહ્યો હતો. તે દરમિયાન સેવઉસળ સાથે આપવામાં આવેલી લીલી ડુંગળીમાં અચાનક જીવાત (Insect In Food) જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જોઈ ગ્રાહકે સમગ્ર ઘટના પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી હતી.

Vadodara Sev Usal: લીલી ડુંગળીમાં જીવાત દેખાતા ગ્રાહકે બનાવ્યો વીડિયો
Vadodara Sev Usal: મહાકાળી સેવઉસળની દુકાનમાં ગ્રાહકને કડવો અનુભવ

દુકાન સંચાલકને રજૂઆત, ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ

જીવાત મળી હોવાની વાત ગ્રાહકે દુકાન સંચાલકના ધ્યાન પર મૂકી હતી. જોકે ગ્રાહકના આક્ષેપ મુજબ, સંચાલક તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેને લઈને ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

વીડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલ

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ખાદ્યપદાર્થોમાં જીવાત હોવાના આક્ષેપ બાદ વડોદરા પાલિકાની (VMC Food Department) ફૂડ શાખા દ્વારા સ્થળ તપાસ અને જરૂરી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? તે અંગે લોકોમાં ચર્ચા છે.


આ પણ વાંચો: અમદાવાદના ઘોડાસરની મુરલીધર રેસ્ટોરન્ટમાં પાઉંમાંથી જીવાત મળ્યાનો આક્ષેપ, AMCએ ₹25 હજારનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો: ચોમાસામાં મેંદો અને ચણાનો લોટ જીવાતથી બગડી જાય છે? અજમાવો આ 3 અચૂક ઘરગથ્થુ નુસ્ખા અને રાખો લોટને એકદમ ફ્રેશ

આ પણ વાંચો: વડોદરામાં જાણીતી ફૂડ ચેઈન ડોમિનોઝ પિઝામાં જીવાત નીકળ્યાનો આક્ષેપ, ગ્રાહકનો હોબાળો