Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પૂર્વ ઝોનમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમિટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા મોટા કોમર્શિયલ એકમો સામે મોટું અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં 5 મોટી હોસ્પિટલો અને 3 સિનેમા હોલને તાળા મારી દેવામાં આવ્યા છે, જ્યારે ડઝનબંધ અન્ય એકમોને તાત્કાલિક BU પરમિટ રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.એસ્ટેટ ડિપાર્ટમેન્ટની ટીમોએ પૂર્વ ઝોનના વસ્ત્રાલ, ઓઢવ, હાથીજણ, નિકોલ, રામોલ, બાપુનગર વિસ્તારોમાં એક સાથે દરોડા પાડ્યા હતા.કુલ 103 હોસ્પિટલોની તપાસ કરવામાં આવી છે.તેમાંથી 5 હોસ્પિટલોને સીધી સીલ કરી,13 હોસ્પિટલોને 7 દિવસમાં BU પરમિટ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી,10 સિનેમા હોલની પણ તપાસ કરાઈ, જેમાંથી 3 સીલ અને 3ને નોટિસ આપવામાં આવી.
AMC દ્રારા સીલ કરાયેલી 5 હોસ્પિટલોની યાદી
પ્રાચી આયુર્વેદિક હોસ્પિટલ – વસ્ત્રાલ
જનમ ગાયનેક હોસ્પિટલ – વસ્ત્રાલ
આશાદીપ હોસ્પિટલ – હાથીજણ
ધ્વનિ હોસ્પિટલ – ઓઢવ
ઘનશ્યામ હોસ્પિટલ – (સ્થળ નિશ્ચિત થઈ રહ્યું છે)
સીલ થયેલા ૩ સિનેમા હોલસીને પ્રાઈમ – નિકોલ
એસ કે સિનેમા – હાથીજણ
મિરાજ સિનેમા – હાથીજણ
“આજે હોસ્પિટલ કે સિનેમા હોલ જેવા જાહેર સ્થળોએ આગ સુરક્ષા, સાધનો, ઇમર્જન્સી એક્ઝિટ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને BU પરમિટ વગર ધંધો ચલાવવો એ સીધી જાહેર જનતાની જાન સાથે રમત છે. આ કાર્યવાહી ફક્ત શરૂઆત છે. આખા અમદાવાદમાં આવું અભિયાન ચાલુ રહેશે.”
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ
આ પણ વાંચો:અમદાવાદમાં પ્લાસ્ટિક, ગંદકી સામે AMCનુ મહાઅભિયાન, 900થી વધુ એકમોને નોટિસ
