Gujarat News/ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીઓએ પ્રોજેક્ટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.

Gujarat Trending
Harsh Sanghvi visits Gandhi Ashram

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ આજે પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળોનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેઝન્ટેશન નિહાળીને પ્રોજેક્ટ પ્રગતિ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળો જેવા કે દસ ઓરડી, રંગશાળા, સોમનાથ છાત્રાલય, વણાક પરિવાર ચાલી, આશ્રમશાળા, કુટુંબ નિવાસ, જુનુ રસોડું ચીમનભાઈ કુટુંબ નિવાસ, ઇમામ મંજિલ, આનંદ ભવન સંગ્રહાલય, ગૌશાળા, શિક્ષક નિવાસ, ઉદ્યોગ મંદિર, માનવ સાધના, બાલમંદિર તથા મોર્ડન કન્સ્ટ્રક્શનમાં વ્હીકલ પાર્કિંગ, કેફે એરીયા, સોવેનીયર શોપ અને મોહન ટુ મહાત્મા જેવા સ્થળોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ મહાત્મા ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન આઈ.પી. ગૌતમ, MGSAMT નાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી આઈ. કે. પટેલ તથા મેમોરિયમ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ તથા અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું કર્યું લોકાર્પણ