અમદાવાદ/ ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇન

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇનો હોવાનુ સામે આવી રહ્યુ છે. લોકોને આ ઇન્જેક્શનની કેટલી જરૂર છે

Top Stories Ahmedabad Gujarat
  • અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ બહાર ભીડ
  • રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો ઉમટ્યા
  • વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાઇન
  • રેમડેસિવર ઇન્જેક્શન લેવા લોકોના હવાતિયા

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇનો હોવાનુ સામે આવી રહ્યુ છે. લોકોને આ ઇન્જેક્શનની કેટલી જરૂર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, ઝાયડસ હોસ્પિટલની બહાર આજે લાંબી લાઇનો જોવા મળી રહી છે, જે લાઇનમાં ઉભા રહેલા લોકોને પણ ખબર છે કે આ ઇન્જેક્શન ન પણ મળે.

મોટા સમાચાર / મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબુ, 21 દિવસનાં લોકડાઉનનાં ભણકારા

સુત્રોનાં જણાવ્યા મુજબ, લોકો આ ઇન્જેક્શનને લેવા માટે આખો દિવસ લાઇનમાં ઉભા રહે છે. તેમ છતા પણ ઘણા એવા લોકો છે કે જેમને આ ઇન્જડેક્શન મળતુ નથી. આ લાઇન ઝાયડસ હોસ્પિટલને ફરતે એક કિલોમીટર સુધી વિસ્તરેલી જોવા મળી હતી. મહત્વનુ છે કે એક તરફ રેમડેસિવીરનાં કાળા બજારની બૂમ ઉઠી છે ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં લોકોને માત્ર 899 માં જ રેમડેસિવિર ઇન્જેકશન આપી રહ્યુ છે. જેના કારણે અમદાવાદ બહારથી પણ લોકો આ ઇન્જેક્શન લેવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ગુજરાત / અમદાવાદમાં IIM માં કોરોના ફેલાયો, વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાની ઝપટમાં

ઝાયડસ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરી દીધી હતી. ઝાડયસે સ્પષ્ટતા કરી હતી કે ઉત્પાદન માટે મોટા પાયે પ્રયાસો ચાલી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલે પબ્લિક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે, હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. ત્યારે બીજી તરફ સરકાર પોતાની કેસેટ વગાડી રહી છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની ઉપલબ્ધી સરળ થઇ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ