ગુજરાત/ અમદાવાદમાં IIM માં કોરોના ફેલાયો, વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાની ઝપટમાં

અમદાવાદમાં IIMમાં કોરોના વિસ્ફોટ 6 દિવસમાં નવા 48 કેસ નોંધાયા વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના સતત RT-PCR કરવામાં આવી રહ્યાં છે અત્યાર સુધી કુલ 173 પોઝિટિવ કેસ નોંધાયા ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોનાનાં કેસનાં દૈનિક આંકડા રોજ જ રેકોર્ડ […]

Top Stories Ahmedabad Gujarat
  • અમદાવાદમાં IIMમાં કોરોના વિસ્ફોટ
  • 6 દિવસમાં નવા 48 કેસ નોંધાયા
  • વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના
  • સતત RT-PCR કરવામાં આવી રહ્યાં છે
  • અત્યાર સુધી કુલ 173 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોનાનાં કેસનાં દૈનિક આંકડા રોજ જ રેકોર્ડ તીડી રહ્યા છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં પણ દૈનિક આંકડાઓ ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં IIM માં પણ હવે કોરોના વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.

કોરોના કહેર / દેશમાં કોરોનાની સુનામી : 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.69 લાખ નવા કેસ, એક્ટિવ કેસ 12 લાખ નજીક

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાનાં નવા રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ આંકડાઓ વધુ ડરાવી રહ્યા છે. શહેરમાં IIM માં પણ કોરોનાનાં કેસ વધ્યા છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાનાં નવા 48 કેસો નોંધાયા છેે. અહી વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોરોનાની ઝપટમાં આવી ગયો છે. સતત RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છેે. અત્યાર સુધી કુલ 173 કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા છે. જણાવી દઇએ કે, રવિવારે 5469 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,47,495ઉપર પહોંચી ગયો છે.

કોરોનાનું તાંડવ / મહારાષ્ટ્ર લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન, CM ઉદ્ધવની બેઠકમાં સંમતિ

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં રવિવારે 54 લોકોનાં મોત નોંધાયા હતા. દરમિયાન રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2976 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,15,127 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27,568 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ