Bhavnagar News/ ભાવનગર-બોટાદની 150 સહકારી મંડળીઓને કરોડોની આવકવેરા નોટિસ, ખેડૂતોમાં ભારે રોષ

ભાવનગર, બોટાદ અને અમરેલીની આશરે 150 સહકારી મંડળીઓને આવકવેરા વિભાગે ₹50 લાખથી ₹35 કરોડ સુધીની નોટિસો (Income Tax Notice) પાઠવી. ટર્નઓવર આધારિત નોટિસોને લઈને ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં ભારે અસંતોષ જોવા મળ્યો.

Top Stories Gujarat Breaking News
Income Tax Notice

Bhavnagar News:ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની આશરે 150 સહકારી મંડળીઓને આવકવેરા વિભાગ દ્વારા કરોડો રૂપિયાની નોટિસો મોકલવામાં આવતાં વ્યાપક ચર્ચા અને આક્રોશ જાગ્યો છે. આ નોટિસો (Income Tax Notice) મંડળીઓના ટર્નઓવર (વેચાણ)ના આંકડા પર આધારિત હોવાનું કહેવાય છે, જ્યારે મંડળીઓએ નફા-નુકસાનના હિસાબ પર આધારિત નોટિસ માટે માંગ કરી છે.ભાવનગરના 10 તાલુકા, બોટાદના 2 અને અમરેલીના 1 તાલુકામાં આવેલી આ મંડળીઓને વિવિધ રકમની નોટિસો મળી છે. કેટલીક મંડળીઓને 50 લાખથી લઈને ૩૫ કરોડ રૂપિયા સુધીની નોટિસો પાઠવવામાં આવી છે.

ખેડૂતોને આપવામાં આવેલી ખાતર સબસિડી મામલે તપાસ દરમિયાન કેટલીક સહકારી મંડળીઓને કરોડો રૂપિયાની વસૂલાત નોટિસ (Income Tax Notice) ફટકારવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સીદસર જુથ મંડળીને ₹6 કરોડ, સોડવદરા જુથ મંડળીને ₹9 કરોડ, દિહોર મંડળીને ₹20 કરોડ અને જનડા મંડળીને સૌથી વધુ ₹35 કરોડની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસો સબસિડીના ઉપયોગ અને હિસાબી ગેરરીતિઓની તપાસના ભાગરૂપે જારી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સહકારી ક્ષેત્રમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.આ નોટિસો મળતાં ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે.

સહકારી મંડળીઓને કરોડો રૂપિયાની વસૂલાત નોટિસ (Income Tax Notice)

તા. 23 મે, 2026ના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ભીખાભાઈ જાજડીયાના આગેવાની હેઠળ મંડળીઓની વિશેષ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સંયુક્ત રીતે આવકવેરા વિભાગને આવેદનપત્ર આપવું.મંડળીઓએ આવેદનમાં જણાવ્યું છે કે નોટિસો (Income Tax Notice) ખોટી અને ગેરકાયદેસર છે.માત્ર ભાવનગર જિલ્લા બેંકની શાખામાંથી મેળવેલા ટર્નઓવરના આંકડા પર આધારિત નોટિસો આપવામાં આવી છે.

નફા-નુકસાનના હિસાબની કોઈ તપાસ કરવામાં આવી નથી.ઘણી મંડળીઓએ વાર્ષિક રિટર્ન ફાઈલ કરેલ છે, તેથી નફા-નુકસાનના આધારે જ નોટિસ (Income Tax Notice) હોવી જોઈએ.ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સભાસદો અને મંડળી અધિકારીઓ ટેક્નોલોજીથી અજાણ હોય છે. વિભાગે નોટિસો ઈમેઈલ દ્વારા મોકલી છે, જ્યારે કાયદા મુજબ ફિઝિકલ પોસ્ટથી મોકલવી જોઈએ.

નાની મંડળીઓ માટે વકીલી અને કન્સલ્ટન્ટનો ખર્ચ પોસાય તેમ નથી.ખેડૂતોની સહકારી મંડળીઓમાં ટર્નઓવર વધુ હોય છે, પરંતુ નફો ખૂબ જ ઓછો અથવા નુકસાનમાં પણ હોઈ શકે છે.મંડળીઓએ આવકવેરા વિભાગને માંગ કરી છે કે ટર્નઓવર આધારિત તમામ નોટિસો (Income Tax Notice) રદ કરવામાં આવે.જે મંડળીઓએ રિટર્ન ફાઈલ કરેલ છે તેમના માટે વાસ્તવિક નફા-નુકસાનના આંકડા પર આધારિત નવી પ્રક્રિયા અપનાવવામાં આવે.


આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્ક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટના આદેશ બાદ પણ તપાસ નહીં, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

આ પણ વાંચો:ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

આ પણ વાંચો:ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ઝુંબેશઃ અનેક મોટી સોસાયટીઓને નોટિસ