સરકારે શનિવારે પાનકાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ વધારી દીધી છે. નાણાં મંત્રાલયે જારી કરેલા જાહેરનામા અનુસાર હવે આધારથી પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 નક્કી કરવામાં આવી છે. અગાઉ, પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2019 રાખવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે જુલાઇમાં બજેટ રજૂ કરતી વખતે પાન અને આધાર સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ 30 સપ્ટેમ્બર 2019 નાં રોજ જ પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ જાહેર કરી હતી. ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, નાણાં મંત્રાલયે આધાર અને પાનકાર્ડને જોડવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર 2019 કરી દીધી છે. આ અંગે સૂચના પણ જારી કરવામાં આવી છે.
માર્ચની શરૂઆતમાં સરકારે પાનને આધારથી લિંક કરવાની અંતિમ તારીખ છ મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરી હતી. જો તમે હજી સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી, તો પછી તેને 31 ડિસેમ્બર સુધીમાં લિંક કરાવી દેવુ. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં આ કામ નહીં કરો, તો તમારું પાન કાર્ડ રદ્દ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
