Ahmedabad News: અમદાવાદ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાના સંકલ્પ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ છેલ્લા કેટલાક દિવસોથી સૌથી આક્રમક અભિયાન શરૂ કર્યું છે.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ખાસ ટીમોએ શહેરના તમામ ઝોનમાં એકસાથે દરોડા પાડીને પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો જથ્થો, ગંદકી ફેલાવવી તેમજ કચરાના નિયમોનું પાલન ન કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે.
AMCની કડક કાર્યવાહી
સોલિડ વેસ્ટ વિભાગની ટીમે અમદાવાદમા (Ahmedabad) કુલ 950 એકમોમાં તપાસ કરી છે. જેમાથી 900 એકમોને નિયમભંગ માટે નોટિસ ફટકારવામાં આવી છે.આ કામગીરીમાં કુલ ₹2.97 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. AMCએ 49 એકમોનો ગંભીર ઉલ્લંઘન માટે સીલ કરી દીધા છે. આ કાર્યવાહીમાં મોટાભાગના કેસોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક ગ્લાસ-પ્લેટ, સ્ટ્રો તેમજ ખાણીપીણીના સ્થળોએ ગંદકીનો અંબાર અને કચરાનું અલગીકરણ ન કરવાના જેવા ગુનાઓ સામે પગલાં લેવાયાં છે.માહિતી અનુસાર આ વખતે માત્ર કાગળી કાર્યવાહી નહીં પણ સ્થળ પરથી જ દંડ વસૂલવામાં આવ્યો છે.
નાના-મોટા ફૂડ સ્ટોલથી લઈને મોટી હોટલો અને કેટરિંગ યુનિટ સુધી કોઈને છૂટ નથી આપવામાં આવી. જે એકમોએ વારંવાર નિયમ તોડ્યા હતા અથવા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો રાખ્યો હતો, તેમના સ્થળે તાળકાલ સીલ મારી દેવામાં આવ્યા છે.સાબરમતી રિવરફ્રન્ટ, મણિનગર, વસ્ત્રાપુર, બોપલ તેમજ સેટેલાઈટ જેવા વિસ્તારોમાં રહેતા નાગરિકોએ આ કાર્યવાહીને આવકારી છે.
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

