Ahmedabad News/ AMCની બેદરકારીઃ કોમનવેલ્થના હોર્ડિંગથી મોપેડ સવાર દંપતી ઘાયલ

કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે લગાવેલા હોર્ડિંગ્સને કારણે સર્જાયો અકસ્માત, અચનાક ઇલેક્ટ્રિક મોપેડ પર જઈ રહેલા દંપતી પર પડ્યું…

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સિંધુભવન રોડ પર Commonwealth Gamesની તૈયારી માટે લગાવેલા હોર્ડિંગ્સને કારણે અકસ્માત થયો હતો. આ બેનર મોપેડ પર સવાર એક દંપતી પર પડ્યું, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા અને તેમના ઇલેક્ટ્રિક મોપેડને નુકસાન થયું હતું.

કોમનવેલ્થ ગેમ્સના હોર્ડિંગ્સ પતિ-પત્ની પર પડ્યું

અપને જણાવી દઈએ કે, અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી ચંદ્રેશ કુમાવત અને તેમના પત્ની મિતાલીબેન કુમાવત બોપલની એક હોસ્પિટલથી સિંધુભવન રોડ પરના તેમના ઘરે જઈ રહ્યા હતા. SP રિંગ રોડથી ટાઇમ્સ સ્ક્વેર ચોક સુધી સિંધુભવન રોડ પર લગાવવામાં આવેલ Commonwealth Gamesનું સ્વાગત કરતું એક બેનર અચાનક દંપતી પર પડી ગયું.

કોમનવેલ્થ ગેમ્સ

આ બેદરકારી અંગે અમે AMCને ફરિયાદ કરીશું: ચંદ્રેશ કુમાવત 

ચંદ્રેશ કુમાવતના જણાવ્યા અનુસાર, “Hoarding અચાનક અમારા પર પડ્યા, જેના કારણે હું અને મારી પત્ની બંને નીચે પડી ગયા અને ઘાયલ થયા. અમને બંનેને ઇજાઓ થઈ છે અને અમારા હાથ અને પગમાં ઇજાઓ થઈ છે.” અમારા ઇલેક્ટ્રિક મોપેડને પણ નુકસાન થયું છે. આ બેનર સ્પષ્ટપણે બેદરકારીભર્યા છે. અમે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરીશું. આ ગંભીર બેદરકારી કોઈના જીવનને જોખમમાં મૂકી શકે છે.

અન્ય હોર્ડિંગ્સ પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.

મહાનગરપાલિકાએ સિંધુ ભવન રોડ પર શોપિંગ ફેસ્ટિવલ અને Commonwealth Gamesનું સ્વાગત કરતા Hoardings લગાવ્યા છે, પરંતુ આ Hoarding લોકોના જીવન માટે ખતરો બની ગયા છે. એક Hoarding એક દંપતી પર પડ્યું, જેનાથી તેઓ ઘાયલ થયા, જ્યારે બીજું Hoarding પણ ખતરનાક બની ગયું છે. હવે આ દંપતી ગંભીર બેદરકારી અંગે મહાનગરપાલિકાને ફરિયાદ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની કરશે અમદાવાદ !

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે ભારતની બિડને મંજૂરી આપવા બદલ ભારતના દરેક નાગરિકને હાર્દિક અભિનંદન પાઠવતા અમિત શાહ

આ પણ વાંચો:અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન શહેર બનવા તરફ, રાષ્ટ્રમંડળ બોર્ડની ભલામણ