Ahmedabad News/ કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે ભારતની બિડને મંજૂરી આપવા બદલ ભારતના દરેક નાગરિકને હાર્દિક અભિનંદન પાઠવતા અમિત શાહ

મોદીજીએ ભારતને રમતગમતનું એક અજોડ કેન્દ્રબિંદુ બનાવ્યું છે.

Gujarat Ahmedabad

Ahmedabad News : 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાતે કરેલી બિડને મંજૂરી આપ્યાના ગૌરવપ્રદ સમાચારના સંદર્ભમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી અમિતભાઈ શાહે કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે ભારતની બિડને મંજૂરી આપવા બદલ ભારતના દરેક નાગરિકને ટ્વિટર ના માધ્યમથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

શાહે ટાંક્યું હતું કે કોમનવેલ્થ એસોસિએશનનો આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ભારતને રમત જગતના વૈશ્વિક નકશા પર સ્થાન આપવા માટેના અવિરત પ્રયાસોનું ભવ્ય સમર્થન દર્શાવે છે. મોદીજીએ દેશમાં વિશ્વસ્તરીય અદ્યતન માળખાગત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમ અને રમત પ્રતિભાઓનો રાષ્ટ્રવ્યાપી સમૂહ ઉભો કરીને ભારતને રમતગમતનું એક અજોડ કેન્દ્રબિંદુ બનાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  sports news/શુભમન ગિલની સમજવાની ભૂલને કારણે યશસ્વી સદી ફટકારતાં ચૂક્યો

આ પણ વાંચો:  sports news/યશસ્વી જયસ્વાલે 7મી ટેસ્ટ સદી ફટકારી, વેસ્ટ ઈન્ડિઝ સામે મોટો રેકોર્ડ બનાવ્યો

આ પણ વાંચો:  India vs Pakistan/ICC Womens World Cup 2025: ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું