India vs Pakistan/ ICC Womens World Cup 2025: ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું

ભારત રવિવારે પાંચ ઓક્ટોબરના રોજ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની છઠ્ઠી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જીત્યું હતું. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે 88 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો.

Top Stories Breaking News Sports

કોલંબોઃ ભારત રવિવારે પાંચ ઓક્ટોબરના રોજ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની છઠ્ઠી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જીત્યું હતું. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે 88 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. ભારતે પાકિસ્તાનને 248 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ તે તેનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યું. આ ભારતનો પાકિસ્તાન પર સતત 12મો વનડે વિજય છે. તેઓ ક્યારેય પાકિસ્તાન સામે એક પણ વનડે હાર્યા નથી.

ભારતીય ટીમે પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી, પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને ડીએલએસ પદ્ધતિ હેઠળ 59 રનથી હરાવ્યું. બીજી તરફ, પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો.

ભારતે આપેલા 248 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી, મુનીબા અલી 6 રનના સ્કોર પર આઉટ થઈ હતી. મુનીબા ફક્ત બે રન કરી રનઆઉટ થઈ હતી.. ત્યારબાદ પાકિસ્તાને સદાફ શમાસ (6 રન) અને આલિયા રિયાઝ (2 રન) ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. આમ 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ, સિદ્રા અમીન અને નતાલિયા પરવેઝે ચોથી વિકેટ માટે 69 રન ઉમેરી  પાક.નો રકાસ અટકાવ્યો હતો.  ક્રાંતિ ગૌરે નતાલિયાને આઉટ કરીને આ ભાગીદારી તોડી. કેપ્ટન ફાતિમા સના ખાસ કંઈ કરી શકી નહીં અને દીપ્તિ શર્માના સ્પિનની જાળમાં ફસાઈ વિકેટ આપી બેઠી હતી.

પાંચ વિકેટ ગુમાવ્યા બાદ, સિદ્રા અમીન અને સિદ્રા નવાઝે છઠ્ઠી વિકેટ માટે 41 રન ઉમેર્યા. જરૂરી રન રેટ વધતાં ઝડપી રમવાના પ્રયાસમાં પાકિસ્તાને સતત બે ઓવરોમાં સિદ્રા નવાઝ અને રમીન શમીમની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ પાકિસ્તાનને સિદ્રા અમીનના રૂપમાં આઠમો ફટકો પડ્યો, જે શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. સિદ્રાએ 106 બોલમાં 81 રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. મહિલા વનડેમાં ભારત સામે પાકિસ્તાની બેટ્સમેનનો આ શ્રેષ્ઠ સ્કોર છે. સિદ્રા અમીનના આઉટ થયા પછી, ભારતીય ટીમ માટે વિજય એક ઔપચારિક બનીને રહી ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  latest sports news/ભારત એશિયા કપ ફાઇનલમાં દમદાર પ્રવેશ, બાંગ્લાદેશને 41 રને હરાવ્યું, નવ બેટ્સમેનોએ બે આંકડામાં રન બનાવ્યા………

આ પણ વાંચો:સમીર વાનખેડે ફરી ચર્ચામાં, શાહરૂખ અને ગૌરી ખાન સામે કેસ દાખલ કર્યો!

આ પણ વાંચો:ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ 2025 આવી ગયું છે, બે બાદ ટીવી પર પાછો ફરી રહ્યો છે. ક્યારે અને ક્યાં પ્રીમિયર થશે?