Gandhinagar News : ભાજપના રાષ્ટ્રીય મહા મંત્રી સુનીલ બંસલ આવતીકાલે ગુજરાત આવશે. તે સિવાય રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગાંધીનગર પરત ફરશે. ઉપરાંત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ મુંબઈ ના કાર્યક્રમ બાદ તરત ગાંધીનગર પરત ફરશે. ત્યારબાદ વિધાનસભા સંકુલમાં ભાજપ પક્ષની બેઠક મળશે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, અને સંગઠન મંત્રી રત્નાકરજી પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવાની કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ બેઠકમાં ભાજપ આગેવાનો અને હોદ્દેદારો રાજભવન જશે.
ત્યારબાદ શુક્રવારે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. 17 ઓકટોબર ને શુક્રવારે 12 :39 ના વિજય મુહર્તમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા ની ઉપસ્થિતિમાં નવા મંત્રીઓ શપથ લેશે.
આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી
આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ
આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર
