Vadodara News/ જન આક્રોશ રેલીમાં જ આક્રોશ, વડોદરામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ આમને સામને

વડોદરામાં કોંગ્રેસ (Congress)ની જન આક્રોશ રેલી દરમિયાન છાણી વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, પોલીસની દખલથી મામલો શાંત પડ્યો.

Gujarat Vadodara Trending
Congress

Congress Jan Akrosh Yatra 2027: વડોદરામાં આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન રાજકીય તણાવ જોવા મળ્યો હતો. શહેરના છાણી વિસ્તારમાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ના કાર્યકર્તાઓ સામસામે આવી જતા માથાકૂટ થઈ હતી. ઘટનાસ્થળે સ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસને વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડ્યો. સદનસીબે કોઈ મોટી ઘટના બનતા પહેલાં જ પોલીસની દખલથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.

બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે રકઝક 

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હાલ વિવિધ જિલ્લાઓમાં જન આક્રોશ રેલી યોજાઈ રહી છે. વડોદરા શહેરમાં આજે યોજાયેલી આ રેલી ભીમનાથ મહાદેવ, સાવલીથી શરૂ થઈ હતી. રેલી છાણી જકાતનાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ભાજપના નેતા દક્ષેશ ગાંધી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જોકે, સરાજાહેર રીતે બબાલ કયા કારણોસર થઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

કોંગ્રેસ (Congress)ની જન આક્રોશ રેલી ફરીથી આગળ ધપી

પોલીસની સમજાવટ અને તાત્કાલિક કાર્યવાહી બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ (Congress)ની જન આક્રોશ રેલી ફરીથી આગળ ધપી હતી. રેલી ફતેહગંજ, કાલાઘોડા અને મંડવી વિસ્તારમાંથી પસાર થઈ અંતે અટલાદરા સુધી યોજાવાની છે. સમગ્ર રેલી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જન આક્રોશ યાત્રા 2027નો શંખનાદ

આ જન આક્રોશ રેલીમાં કોંગ્રેસ (Congress) ના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. રેલીને સંબોધન કરતાં અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે લોકો આ રેલીને ઉમળકાભેર આવકારી રહ્યા છે અને પોતાના પ્રશ્નો ખુલ્લેઆમ રજૂ કરી રહ્યા છે. સરકાર દ્વારા ઉભા કરાયેલા ભય અને ડરનો માહોલ હવે તૂટતો જોવા મળી રહ્યો છે અને જન આક્રોશ યાત્રા 2027માં આવનારા પરિવર્તનનો શંખનાદ સાબિત થશે.

પ્રતિષ્ઠાની લડાઈમાં જનતા પીસાઈ 

આ સાથે જ તેમણે જેઠાભાઈ ભરવાડના રાજીનામાને લઈને ભાજપ સરકારને ઘેરી હતી. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપમાં આંતરિક ગેંગ વોર ચાલી રહ્યો છે અને સત્તા, હોદ્દા અને પ્રતિષ્ઠાની લડાઈમાં રાજ્યની સાડા છ કરોડ જનતા પીસાઈ રહી છે. જન આક્રોશ રેલી દરમિયાન સર્જાયેલી આ ઘટનાએ વડોદરાના રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વધુ એક અકસ્માત સર્જાયો, દિવાળીપુરા કોર્ટ રોડ પર એક્ટિવા ચાલકનું મોત

આ પણ વાંચો:વડોદરા NH-48 પર કાળમુખી કારે દાદી-પૌત્રને ઉડાવ્યાં

આ પણ વાંચો:વડોદરાના વાંકાનેડા જૂથ ગ્રામપંચાયતના તમામ રેકોર્ડ જિલ્લા તંત્રના કબ્જે, વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની આશંકા