ભાવનગર/ રખડતા ઢોરનો ત્રાસ, મનપાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ

ભાવનગરમાં આશરે ૨ હજારથી વધુ ઢોર એટલે કે ગાયો અને આખલાઓનો ત્રાસ જોવા મળે છે ૨૫ વર્ષથી મનપામાં શાસન કરતું ભાજપ ઢોર સમસ્યા હલ કરી શક્યું નથી.

Gujarat Others

ભાવનગરમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. જેના કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે.  મહત્વનું છે કે ચોમાસાની સીઝન શરૂ થતા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધે છે.  જેના કારણે શહેરજનોમાં અકસ્માતની ભીતિ સર્જાઈ છે. તો મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવા સૂચના અપાઈ હતી.  પરંતુ શહેરમાં રસ્તા પર રખતડતા ઢોર જોવા મળતા મનપાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો.

રખડતા ઢોરના કારણે અકસ્માતની ભીતિ

મનપાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ

ચોમાસાની સીઝન આવતાની સાથે ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળે છે. રખડતા ઢોર ખાસ ચોમાસાની સીઝનમાં સામાન્ય જગ્યાઓ પર ભીની જગ્યાઓ હોવાને લીધે રાખતા ઢોર રોડ રસ્તા પર આવીને બેસી જતા હોય છે. ત્યારે આ રસ્તા પર બેઠેલા ઢોરને લઇ શહેરીજનોમાં અકસ્માતની ભય વધ્યો છે. ત્યારે મહાનગરપાલિકા રખડતા ઢોરને પકડી ઢોરના ડબ્બે પૂરવાની કામગીરી શરુ કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. પણ શહેરમાં ઢોર જોતા આ કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ શહેરમાં જ્યાં ત્યાં જોવા મળ્યા હતા.

ભાવનગર શહેરમાં લાખો ખર્ચવા છતાં આજે ઢોરનો ત્રાસ વધી ગયો છે. અને મનપાના શાસકો કાગળ પર કામ કરતા હોઈ તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરવા છતાં રોડ પર ઢોર યથાવત છે. મનપા કાગળ પર કામગીરી કરતી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. અને સુચન આપ્યું છે કે અઢળક જમીનો છે. સારી સંસ્થાને આપીને નિભાવ ખર્ચ આપવામાં આવે તો મનપાને ખર્ચમાં પણ ઘટાડો આવે તેમ છે. ભાવનગરમાં આશરે ૨ હજારથી વધુ ઢોર એટલે કે ગાયો અને આખલાઓનો ત્રાસ જોવા મળે છે ૨૫ વર્ષથી મનપામાં શાસન કરતું ભાજપ ઢોર સમસ્યા હલ કરી શક્યું નથી. એક તરફ રસ્તા પર ઢોરનો ત્રાસ અને બીજી બાજુ ટ્રાફિકનો નવો કાયદો પણ લોકો માટે આખલા સમાન બની ગયો છે. રસ્તા પર જ્યાં ત્યાં બેસેલા ઢોર અને ખાડા વાળા રસ્તામાં ભાવેણાવાસીઓની હાલત કફોડી બની ગઈ છે. લોકોને રસ્તામાં ખાડા અને ઢોર બંનેથી બચવાનું અને છેલ્લે ટ્રાફિક વાળા એટલે એમ કહો કે પ્રજાને કોઈક હત્યા કરવામાં આવી રહી હોઈ અને તે સમયે વ્યક્તિના માનસમાં જે ચિંતા હોઈ તેવી ચિંતા વાળી સ્થિતિ શહેરમાં સર્જાઈ છે. વિકાસની વાતું કરતી મનપા ઢોર પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં કેમ ઢોર સમસ્યા હલ થતી નથી. વિપક્ષે તો આક્ષેપ કર્યા છે કે લોકોની હાલત એટલી હદે ખરાબ છે કે રસ્તો અને તેમાં વાહન લઈને જવું એટલે સરહદ પર જવા સમાન બની ગયું છે. મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી હોવાનું જણાવી એક બે પકડીને કાગળ પર કામગીરી બતાવીને આ સમસ્યા આજે પણ નહી દુર થાય અને કાલે પણ નહી થાય. વિપક્ષે શાસકને નિશાન બનાવ્યું છે કે તેમને ઈચ્છાશક્તિ નથી. એટલે ઢોર જતા નથી.

શહેરી વિસ્તાર માટે મનપા દ્વારા ઢોર પકડવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. કે ઢોરને ટેગ લગાવી જો આ ઢોર રસ્તા પર આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પર માલધારીના ઢોર કોઈને ઈજા કરશે તો કાયદા મુજબ ગુન્હો નોંધીને કાર્યવાહી કરશે. પરંતુ આ નિયમ પણ માત્ર કાગળ પર જ રહ્યો અને આજ સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી. જો કે શહેરમાં પકડવામાં આવતા ૧૫ થી ૧૭ ઢોરની સંખ્યા નહિવત સમાન છે. વર્ષો વીતવા છતાં ઢોર રસ્તા પરથી જવા ના નથી વિપક્ષે રાજનીતિ જણાવી છે. તો વિપક્ષે તો સુચન આપ્યું છે કે અનેક જમીનો ફાજલ છે જો આ માંથી કેટલાક વીઘા જમીન માલધારીઓને ગૌચર માટે આપવામાં આવે તો આ સમસ્યા એક મહિનામાં હલ થઇ શકે તેમ છે. પણ શાસકોની નીતિ સ્પષ્ટ છે કે લોકોની સમસ્યા હલ થવી ના જોઈએ નહિતર મત નહી મળે કારણ કે આશ્વાસન કોણ આપશે.

રસ્તા પર રખડતા ઢોર મુદ્દે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવ્યું હતું કે હવે ચોમાસાની સીઝનમાં ઢોર રોડ પર આવતા હોય છે. જેથી અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. જલ્દી થી ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી કરવામાં આવશે.

ભાવનગરમાં વર્ષોથી ઢોર સમસ્યામાં આખલાની એક ઢીકએત્રણ વર્ષ પહેલા ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરનો જીવ લઇ લીધો હતો. અને અનેક વૃદ્ધ અને યુવાનોના હાડકાઓ ભાંગી ગયા છે. આ ઉપરાંત નાના મોટા અનેક અકસ્માત રોજ સર્જાય છે. રસ્તા પર ચાલવામાં પહેલા ઢોર અને હવે ખાડાઓ પાર કરવા એટલે કે સેનાના જવાનની પરીક્ષા પૂર્ણ કરવા સમાન છે. ત્યારે લોકોને ઢોર અને બિસ્માર રોડના ખાડાને પગલે રસ્તા પર નીકળવું એટલે સરહદ પર પાકિસ્તાનમાં ઘુસવા સમાન બની ગયું છે. પણ આંખે આંધળા મનપાના શાસકોને કેમ ખાડા કે ઢોર દેખાતા નથી. શું માત્ર વેરો ઉઘરાવામાં અને લોકોના ખીચ્ચા ખાલી કરવામાં રસ છે ?