Surat News: સુરત (Surat)નાં ડીંડોલી (Dindoli) વિસ્તારમાં વેપારીએ ઓનલાઈન આપઘાત (Suicide) કરતા ચકચાર મચી ગઈ છે. વેપારીએ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ થયો હતો, બાદમાં ઘરમાં ગળેફાંસો ખાધો હતો. આપઘાતનાં પગલે પરિવારમાં માતમ છવાયો છે. 3 મહિનાની પુત્રીએ પિતાને ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રના અને હાલ ડીંડોલીમાં રહેતા 27 વર્ષીય રાહુલ દેવરે પરિવાર સાથે રહેતો હતો. મૃતક ઓનલાઈન વેપાર કરી પરિવારમાં પત્ની અને 3 મહિનાની પુત્રી નું ઓનલાઈન વેપાર થકી ભરણપોષણ કરતો હતો. ત્યારે આજે મૃતકે ઘરમાં પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રાહુલે કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણવા મળ્યું નથી. ઈન્સ્ટાગ્રામ લાઈવ બંધ કર્યા પછી આપઘાત કરતા પરિવારે આધાર ગુમાવ્યો છે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
