Ahmedabad News: શહેરમાં જાણેકે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે તેમ લાગી રહ્યું છે શહેરના ઇસનપુર વિસ્તારમાં મારમારીના CCTV દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. કોન્ટ્રાક્ટર હરીશ પ્રજાપતિ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કારમાં બેસતા જ બે થી ત્રણ શખ્સો આવીને હરીશભાઈને ગડદાપાટુનો માર મારી બીભત્સ ગાળો બોલ્યા હતા આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી.
જણાવી દઈએ કે, અગાઉની અદાવતમાં કાર્તિક સોની,વિક્રમ સોની,અજય ચૌધરી અને મોહન ગણેશાજી પ્રજાપતિ ભેગા મળી હરીશ પ્રજાપતિ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના 19 તારીખ રાત્રીના ઇસનપુરમાં બની હતી.
મહત્વનું છે કે, આ મામલે પોલીસે બન્ને પક્ષની ક્રોસ ફરિયાદ નોંધી છે. ઇસનપુર પોલીસે એક આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરત વધુ એકવાર થયું શર્મશાર, નરાધમે પૌત્રી સમાન 8 વર્ષની દીકરીને બનાવી….
આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડના મુખ્ય આરોપીઓ ઝડપાયા, નાપાસ વિદ્યાર્થીઓનો પાસ કરાવા લેતા આટલા રૂપિયા
