માઈ ભક્તો ભીંજાયા/ અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી

યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે જ અંબાજી ખાતે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Gujarat Others
Mantavyanews 20 2 અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી

યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે જ અંબાજી ખાતે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને લઈ મેળામાં આવતા માઈ ભક્તોને ભીંજાયા હતા. અંબાજીમાં ભાદરવાનો તપતો તડકો હતો ત્યાં બપોર બાદ વરસાદ થતાં જ ઠંડક પ્રસરી ગઈ છે. ભાદરવી પૂનમના મેળાના પહેલા જ દિવસે વરસાદ થતાં શ્રદ્ધાળુઓ અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આજે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં પગપાળા સંઘો લઈને માઇભક્તો અંબાજી આવી રહ્યા છે.આજે બપોર પછી એકાએક ધમધોકાર વરસાદ વરસતા સમગ્ર અંબાજીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.એક કલાક સુધી વરસેલા વરસાદથી સમગ્ર અંબાજીમાં ઠંડક પ્રસરી હતી.ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને વૈકલ્પિક બનાવેલી દુકાનો આગળ પાણી ભરાતા દુકાનદારોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમરેલીનાં સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલાનાં વિજપડી, ખડસલી, બાઢડા, રામગઢા, ગોરડકા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા શહેર અને જીલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો હતો.

આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડના મુખ્ય આરોપીઓ ઝડપાયા, નાપાસ વિદ્યાર્થીઓનો પાસ કરાવા લેતા આટલા રૂપિયા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનને જામનગર-અમદાવાદ રૂટમાં સાણંદમાં પણ મળ્યું સ્ટોપેજ

આ પણ વાંચો:વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ, એક ડબ્બો સળગતા અફડાતફડી