રાજકોટ/ રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટનનો iPhone ચોરાયો કે ખોવાયો?

ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી અને બાદમાં જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કૉન્ફરન્સમાં આવ્યો તે સમયે iPhone ચોરાઇ ગયો હોવાની જાણ થઇ હતી.

Top Stories Gujarat Rajkot
Mantavyanews 24 3 રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટનનો iPhone ચોરાયો કે ખોવાયો?

આજે ઈન્ડિયા vs ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને સિરીઝની અંતિમ મેચ રાજકોટ ખાતે રમવાની છે. પરંતુ મેચ શરૂ થયા તે પહેલા ભારતીય ટીમના કેપ્ટનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.રોહિત શર્માનો iPhone ચોરાયો હોવાની ચર્ચા હાલ રાજકોટ શહેરમાં વાયુવેગે પ્રસરી રહી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ગઇકાલે જ્યારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી અને બાદમાં જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કૉન્ફરન્સમાં આવ્યો તે સમયે iPhone ચોરાઇ ગયો હોવાની જાણ થઇ હતી. સુત્ર અનુસાર, ગઇકાલે કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાઇ ગયો હતો, જોકે, હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.  રોહિત શર્મા દ્વારા પોતાનો iPhone ગુમ થયો હોવાની જાણ કરવામાં આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તેમજ જવાનો દ્વારા મોડી રાત સુધી iPhone બાબતે તપાસ ચલાવવામાં આવી હતી. પરંતુ રોહિત શર્માનો iPhone મળ્યો ન હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રમાશે. આજે બપોરે 1:30 વાગે મેચ શરૂ થશે. દર વખત કરતા આ વખતે ખૂબ જ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સ્ટેડિયમની અંદર અને સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે અહીં જૂનાગઢના એક બાપા પરંપરાગત ડ્રેસ પહેરીને મેચ જોવા પહોંચ્યા છે. આહીર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને બાપા ખંઢેરી સ્ટેડિયમની બહાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જૂનાગઢના બાપાએ કહ્યું કે ભારતની ટીમ ચોક્કસ જીતશે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ખંઢેરી સ્ટેડિયમ પહોંચી ચૂકી છે.

રોહિત શર્માનો iPhone ગુમ થયા બાબતની જાણ થતા એક સમય માટે ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાની નીચેના સ્ટાફને તાત્કાલિક અસરથી iPhone શોધી કાઢવા માટે આદેશો આપ્યા હતા. તેમજ મળતી માહિતી અનુસાર રાજકોટ સીટી પોલીસ દ્વારા પણ iPhone મળી જાય તે બાબતે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે રાજકોટ તેમજ રાજકોટ સીટી પોલીસની મહામહેનત બાદ પણ iPhone હજુ સુધી મળ્યો ન હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહે છે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ ફાઇનલ વનડે મેચ રમાશે, આજે આ મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાશે. ભારતે સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે સીરીઝની ત્રીજી વનડે 27 સપ્ટેમ્બરે એટલે કે આજે રાજકોટમાં રમાશે. રાજકોટ વનડે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ ત્રીજી વનડે જીતીને 3 મેચની સીરીઝમાં કાંગારૂઓનો સફાયો કરવા માંગશે. વળી, ઓસ્ટ્રેલિયન ટીમ તેની પ્રથમ જીતની શોધમાં છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી