@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં ચરસ ગાંજો જેવી માદક પદાર્થો સાથે અનેક લોકો પકડાયા છે..અને સુરત શહેર માં ધીમે ધીમે ગેર પ્રવૃત્તિ નું દુષણ પણ વધી રહ્યું છે.જેને લઈ વધુ એક વખત 35 હજાર ના ચરસ ગાંજા ના જથ્થા સાથે પોલીસ પુત્ર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત સુરત પોલીસ ડ્રગ્સ ના દુષણ ને તેમજ ચરસ અને ગાંજા જેવી ગેર પ્રવૃતિઓ ને ડામવા માટે સતત કાર્યશીલ બની છે તેવી જ એક ઘટના ઉમરા પોલીસ મથક હદ વિસ્તાર માં બની છે.ઉમરા પોલીસે બાતમી ના આધારે એક પોલીસ પુત્ર ને 35 હજારના ચરસ અને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.
સીટી લાઈટ વિસ્તારમા દિવ્યેશ નામનો યુવક ચરસ અને ગાંજાના જથ્થા સાથે ઉભેલો હોવાની બાતમીના આધારે ઉમરા પોલીસે યુવક ની તપાસ કરી પૂછપરછ કરતા તેમની પાસેથી ચરસ અને ગાંજા નો જથ્થો ઝડપાયો હતો.ઘટનાને પગલે ઉમરા પોલીસે યુવક ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.દિવ્યેશની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, નવેક મહિનાથી વરાછા વિસ્તાર માંથી ચરસ અને ગાંજા નો જથ્થો મંગાવતો હતો.પોલીસ નો પુત્ર હોવાથી કોઈ ને શક નહીં જાય તેવી રીતે ચરસ અને ગાંજા નો જથ્થો લાવતો હતો.
હાલ પોલીસે યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.પૂછપરછમા વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.મહત્વનું છે કે વરાછા વિસ્તાર માંથી કોની પાસેથી આ જથ્થો લાવતો હતો અને કોને આપતો હતો તે દિશા માં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:ઇસનપુરમાં જૂની અદાવતમાં કોન્ટ્રાક્ટર હરીશ પ્રજાપતિ કરાયો હુમલો જુઓ CCTV
આ પણ વાંચો:ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું મોત, મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો
આ પણ વાંચો:અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી
આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ