Not Set/ અ’વાદ: સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર મૌલવીને કોર્ટે ફટકારી આજીવન કેદની સખત સજા

અમદાવાદ, માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં વર્ષ 2017 દરમિયાન બની હતી. મૌલાના મુઝફ્ફર શેખ નામના નરાધમે સાત વર્ષની સગીરાની જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. માસૂમ બાળકીએ આવું ન કરવા માટે કરગરી હતી, પરંતુ  હવસખોર આરોપીએ બાળકીની એક પણ વાત ન માની હતી અને પોતાની ગંદી નિયત બાળકીની ઉપર બગાડી હતી. 23 […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 135 અ’વાદ: સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર મૌલવીને કોર્ટે ફટકારી આજીવન કેદની સખત સજા

અમદાવાદ,

માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં વર્ષ 2017 દરમિયાન બની હતી. મૌલાના મુઝફ્ફર શેખ નામના નરાધમે સાત વર્ષની સગીરાની જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

માસૂમ બાળકીએ આવું ન કરવા માટે કરગરી હતી, પરંતુ  હવસખોર આરોપીએ બાળકીની એક પણ વાત ન માની હતી અને પોતાની ગંદી નિયત બાળકીની ઉપર બગાડી હતી.

23 જેટલા પુરાવા અને 23 જેટલી સાક્ષીઓની જુબાની

બાળકીના માતાપિતાએ આરોપીની સામે ફરિયાદ કરતા આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં કોર્ટે 23 જેટલા પુરાવા અને 23 જેટલી સાક્ષીઓની જુબાનીના આધારે આરોપીને આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સમાજ પર વિપરીત પડતી હોય છે

ઉલ્લેખનીય છે કે, ધાર્મિક પુસ્તકોનો જ્ઞાન આપતા લોકો આમ તો સમાજ માટે ખુબજ મહત્વના માનવામા આવે છે અને ધાર્મિક વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા પ્રવચનો તેમજ સૂચનોને લોકો માનતા પણ હોય છે અને તેનું અમલ પણ કરતા હોય છે.

પંરતુ જયારે એક ધાર્મિક વ્યક્તિ કોઈ ગુનો કરતો પકડાય છે ત્યારે તેની અસર સમાજ પર વિપરીત પડતી હોય છે અને આ બનાવમાં સેશન્સ કોર્ટે આરોપીના કૃત્યને ધ્યાને રાખીને તેમજ તેનો હોદ્દો અને તેની લાયકાતને જોતા કડકમાં કડક સજા ફટકારી છે.