Not Set/ રાફેલ ડીલ વિવાદ : SCના આદેશ બાદ કોંગ્રેસે JPC દ્વારા તપાસ કરાવવા ઉઠાવી માંગ

નવી દિલ્હી ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે દેશભરમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે આ વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ ડીલ યોગ્ય છે અને રાફેલને દેશની જરૂરિયાત બતાવી છે”. ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ […]

Top Stories India Trending
IAF Rafale N2 1 રાફેલ ડીલ વિવાદ : SCના આદેશ બાદ કોંગ્રેસે JPC દ્વારા તપાસ કરાવવા ઉઠાવી માંગ

નવી દિલ્હી

ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે દેશભરમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે આ વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ ડીલ યોગ્ય છે અને રાફેલને દેશની જરૂરિયાત બતાવી છે”. ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા હવે JPC (જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી) પાસે તપાસ કરાવવા માટે માંગ ઉઠાવી છે”.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, રાફેલ ડીલ જેવા સંવેદનશીલ રક્ષા કરાર પર સુપ્રીમ કોર્ટની સુનાવણી યોગ્ય મંચ નથી”.

તેઓએ વધુમાં કહ્યું, “રાફેલ ડીલની કિંમત, પ્રક્રિયા, ગેરેન્ટી અને ભ્રષ્ટાચારના મામલાઓમાં આર્ટિકલ ૧૩૬ અને ૩૨ હેઠળ નિર્ણય કરવામાં આવતો નથી. માત્ર JPC જ રાફેલ ડીલમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી શકે છે”.

આ ઉપરાંત કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા મહત્વપૂર્ણ મામલાઓમાં ટિપ્પણી કરવામાં આવી નથી. અમે JPCની માંગ ચાલુ જ રાખીશું”.

બીજી બાજુ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ સુપ્રીમ કોર્ટના આ આદેશને સ્પષ્ટ રીતે ખોટો બતાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ દ્વારા આ મામલે ખાસ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

735433 sc rafale lead.gif?zoom=0 રાફેલ ડીલ વિવાદ : SCના આદેશ બાદ કોંગ્રેસે JPC દ્વારા તપાસ કરાવવા ઉઠાવી માંગ
national-rafale-deal-opposition-congress-demands-joint-parliamentary-committee

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી દલીલ :

૧. રાફેલ વિમાન ડીલમાં કોઈ શંકા નથી.

૨. રાફેલની ગુણવત્તા પર પણ કોઈ સવાલ નથી.

૩. ફાઈટર પ્લેનના કરારમાં કોઈ શંકા નથી તેથી આ મામલે જોડાયેલી તમામ પીટીશન ફગાવવામાં આવી છે.

૪. આ રાફેલ પ્લેન આપણા દેશની જરૂરિયાત છે.

૫.  ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ઓફસેટ પાર્ટનરની પ્રક્રિયાના હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ ધારણાના આધાર પર ડિફેન્સ ડીલને નિશાના પર લઈ શકાતી નથી.

૬. રાફેલ પ્લેનની કિંમત, આ કરારની પ્રક્રિયા અને ઓફસેટ પાર્ટનર કોઈ પણ મુદ્દા પર કોર્ટને કોઈ સંદેહ નથી.

૭. આ નિર્ણય લખતા દેશની સુરક્ષા અને કરાર નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. સાથે સાથે પ્લેનના મૂલ્ય અને જરૂરિયાતોને પણ અમારા ધ્યાનમાં રહી હતી.

૮. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “રાફેલ પ્લેનની કિંમતોનું અંગે નિર્ણયો લેવાનું કામ કોર્ટનું નથી.