Gujarat ATS/ ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન શખ્સોને ઝડપી લેતી એટીએસ

ભારતમાં આતંકવાદી કૃત્યને અંજામ આપે તે પહેલા શસ્ત્રો સાથે પકડી લેવાયા

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 20T181012.435 2 ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન શખ્સોને ઝડપી લેતી એટીએસ

Ahmedabad News : પ્રતિબંધિત આતંકવાદી સંગઠ્ઠન આઈએસ સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન નાગરિકોને ગુજરાત એટીએસે અમદાવાદ એકરપોર્ટ પરથી ઝડપી લીધા હતા. આઈએસની કટ્ટર વિચારધારા ધરાવતા આ શખ્સો પાસેથી પોલીસે ત્રણ પિસ્ટલ, એક કાળા કલરનો આઈએસનો ફ્લેગ, 20 રાઉન્ડ વગેરે કબજે કર્યા હતા. આ આતંકવાદીઓ ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરા સાથે આવ્યા હોવાનું ઉપરાંત બીજેપી, આરએસએસ, યહૂદી અને ખ્રિસ્તીઓને પાઠ ભણાવવા તત્પર હોવાના પુરાવા મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના વાયએસપી હર્ષ ઉપાધ્યાયને 18 મે 2024ના રોજ આ અંગે માહિતી મળી હતી. જેમાં મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહંમદ ફારીસ અને મોહમ્મદ રસદીન મુળ શ્રીલંકાના રહેવાસી છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠ્ઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના સક્રિય સભ્યો છે તથા આઈએસની કટ્ટર વિચારધારા ધરાવતા હોવાની ચોંકાવનારી માહિતી મલી હતી. તે સિવાય આ આતંકીઓએ આઈએસના નેજા હેઠળ ભારતમાં કોઈ ઠેકાણે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરૂઘડ્યું હોનામું રણ જાણવા મળ્યું હતું. આ માટે તેઓ 18 કે 19 મેના રોજ પ્લેન કે ટ્રેન મારફતે અમદાવાદમાં આવવાના હોવાની ચોક્કસ માહિતી મલી હતી.

આ ચોંકાવનારી માહીતિ બાદ ગુજરાત એટીએસ સક્રિય થઈ ગઈ હતી. બાદમાં અધઘિકારીઓએ વિવિધ ફ્લાઈટ્સ અને મેનીફેસ્ટો અંગેની વિસ્તૃત માહિતી એકઠી કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં આ ચારેય સ્રીલંકન નાગરિકોની ટિકીટ એક જ પીએનઆર પર બુક કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ શખ્સો કોલંબોથી વાયા ચેન્નાઈથી અમદાવાદની ફ્લાઈટની ટિકીટ બુક કરાવી હતી.

પોલીસે તેમના બોર્ડિંગ અંગે તપાસ કરતા જમાયું હતું કે આ ચારેય શખ્સો  19 મે 2024ના રોજ કોલંબોથી ચેન્નાઈ એરપોર્ટ પર આવ્યા હતા અને ચેન્નાઈથી ઈન્ડીગો ફ્લાઈટ નંબર 6E 848 માં અમદાવાદ એરપોર્ટ પર આવવા રવાના થઈ ચુક્યા છે અને 19 મેના રોજ રાત્રે 8.10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના છે.આ માહિતીને આધારે એટીએસના એસપી કે સિધ્ધાર્થ, કે.કે.પટેલ, હર્ષ ઉપાધ્યાય અને એસ.એલ.ચૌધરીના નેતૃત્વ હેથની ટીમો એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી. જેમાં ચારેય શક્સો એરપોર્ટ પર આવતા જ પોલીસે તેમની ધરપકડ કરીને પુછપરછ માટે એટીએસ ઓફિસ લઈ ગયા હતા.

ચારેય આતંકવાદી અંગ્રેજી કે હિન્દી ભાષા બરાહર જાણતા ન હોવાથી પોલીસે તમિલ ભાષાના જાણકારને સાથે રાખીને તેમની પુછપરછ કરી હતી. જેમાં તેમના પુરા નામ શ્રીલંકાના રહમાનાબાદના મોહમ્મદ નુશરથ અહેમદ ગની (33). કોલંબોના મોહમ્મદ નફરાન નૌફેર (27), કોલંબોના મોહમ્મદ ફારીસ મોહમ્મદ ફારૂક (35) અને કોલંબોના મોહમ્મદ રસદીન અબ્દુલ રહીમ (43) જાણવા મળ્યા હતા.પોલીસે તેમના સામાનની તપાસ કરતા મોહમ્મદ નુસરથ પાસેના મોબાઈલમાંથી આઈએસમાં જોડાવા માટે હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલવા તથા યહૂદી, ખ્રિસ્તી, બીજેપી અને આરએસએસના સભ્યોને પાઠ ભણાવવા ઉપરાંત મુસ્લિમો પર થતા અત્યાચાર સામે હૂમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના ચોંકાવનારા પુરાવા મળ્યા હતા.

તે સ્વાય આ શખ્સો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઈવમાંથી 5 ફોટોગ્રાફ પણ મળી આવ્યા હતા. જેમાં પાણીની કેનાલ, મોટા પથ્થરોની નીચે બકોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખવામાં આવેલી કોઈ વસ્તુ, બ્રાઉન સેલોટેપ વીંટાળેલું ગુલાબી કલરનું પાર્સલ, જંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખેલું લખાણ તથા તેની બાજુમાં ગોઠવેલ 3 પિસ્ટલ આકારના પાર્સલ તથા લોડેડ મેગેઝીનવાળી 3 પિસ્ટલ મળી આવી હતી.તે સિવાય આ શખ્સો દ્વારા ઉપયોગમાં વેલાયેલ Protonmail માં એક સેલ્ફ ઈમેલ મળી આવ્યો હતો જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલું હતું.

પોલીસે તેમની પુછપરછ કરતા તેઓલખેલું હતું. પોલીસે તેમની પુછપરછ કરતા તેઓ આઈએસના સક્રિય સભ્યો હોવાનું તથા અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ હોવાનું જાણવા મળ્યું હતું. તે સિવાય તેમના હેન્ડલર અબુ પાકિસ્તાની હોવાનું પણ જણાયું હતું. આઈએસના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેમને હથિયારોના ફોટા તથા હથિયારો જે ઠેકાણે છુપાવ્યા છે તે જગ્યાના ફોટા તથા લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેઈલ પર શેર કરશે અને તે ઠેકાણેથી હથિયારો મેળવી લેવા જણાવ્યું હતું. આ શસ્ત્રોનો ઉપયોગ કઈ જગ્યા તથા કયા ડ્રાગેટ પર કરવાનો છે તેની ડજાણ બાદમાં કરવામાં આવશે, એમ તેમને કહેવામાં આવ્યું હતું.

જેને આધારે પોલીસે Geo Co-ordinates માં સર્ચ કરતા એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પિસ્ટલ અને કાળા કલરનો એક ફ્લેગ મળી આવ્યો હતો. ત્રણેય પિસ્ટલ પર સ્ટારનું નિશાન છે અને તેની પરના નંબર ઈરાદાપૂર્વક ભૂંસી નાખવામાં આવેલા હતા. ત્રણેય પિસ્ટલમાંથી પોલીસે કુલ 20 રાઉન્ડ કબજે કર્યા હતા.જેની પર FATA લખેલું હતું. પ્રાથમિક તપાસમાં આ 3 પિસ્ટલ Administerd Tribal Aera (FATA) માં તૈયાર થઈ હોવાનું જમાયું હતું. જ્યારે ફ્લેટ ઈસ્લામિક સ્ટેટનો હોવાનું જણાયું હતું.

ધરપકડ કરાયેલા પૈકી મોહમ્મદ નુસરથ પાસે પાકિસ્તાનના વેલીડ વિઝા પણ છે.પોલીસે ચારેય આતંકવાદીઓના શસ્ત્રો તથા ફોનમાંથી મળેલા પુરાવા અંગે પુછતા તેમણે અગાઉ રેડીકલ મિલીટન્ટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતો એમ કહ્યું હતું. જેને શ્રીલંકન સરકારે ઈસ્ટર બોમ્બીંગ બાદ એપ્રિલ 2019માં પ્રતિબંધિત જાહેર કર્યું હતું. ફેબ્રુઆરી 2024માં તેઓ આઈએસ હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા. જેની પ્રેરણાથી આતંકવાદી સંગઠ્ઠન આઈએસના સભ્ય બન્યા હતા. આ માટે તેમણે શપથ પણ લીધા હતા અને અબુના કહેવાથી અમદાવાદ આવ્યા હોવાનું જણાવ્યું હતું. અબુના ઈશારે તેઓ ભારતમાં કોઈ ઠેકાણે આતંકવાદી હૂમલાને અંજામ આપવાના હતા. જેના માટે અબુએ તેમને રૂ.4,00,000 શ્રીલંકન કરન્સી આપી હતી. તે સિવાય આ હથિયારો આતંકવાદી હૂમલા માટે મોકલાવ્યા હોવાનું પણ કહ્યું હતું.આ ચારેય આતંકવાદીઓને તેમના પાકિસ્તાની હેન્ડ઼લરને સ્યુસાઈડ બોમ્બર તરીકે જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી હોવાનું પણ જણાવ્યું હતું.

આતંકવાદીઓ પાસેથી મળેલા પુરાવા તથા અન્ય વસ્તુઓને પગલે તેમની વિરૂધ્ધ અનલોફૂલ એક્ટીવીટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની કલમ 18 તથા 38, આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ આઈપીએસની કલમ 120(B), 121 (A) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’

આ પણ વાંચો: હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન