વડોદરા,
વડોદરા મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વડોદરાના મ્યુ.કમિશ્નર અજય ભાદુએ સામાન્ય બજેટ રજૂ કર્યું હતુ. વર્ષ 2019-20નું મહાનગર પાલિકાનું 3554 કરોડ રુપિયાનુ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં સેલ્ફ ઓન અને રેન્ટેડ મિલકતનાં ભારાંકમાં 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018-19નું રિવાઇઝડ બજેટ 3232 કરોડ રપિયા રજૂ કરવામાં આવ્યુ હતુ. ગત વર્ષની સરખામણીએ બજેટમાં વધુ રુપિયા ફાળવવામાં આવ્યા છે. તેમજ સ્માર્ટસિટી અંતર્ગત અનેક પ્રોજેક્ટનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
