Navsari News: નવસારીમાં વિકાસના કામો અને રસ્તાઓની ગુણવત્તાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. શહેરના વોર્ડ નંબર 6માં આવેલી મામલતદાર કચેરી સામેના વ્યસ્ત માર્ગ પર મોટો ભુવો (Navsari Pothole) પડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ચિંતા ફેલાઈ છે. એક તરફ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના (Navsari Municipal Corporation)વિકાસ માટે રૂ.1288 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, તો બીજી તરફ નવા બનેલા રસ્તાઓ પર વારંવાર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.
મામલતદાર કચેરી સામે રસ્તા પર ભુવો
વોર્ડ નંબર 6માં મામલતદાર કચેરીની સામે આવેલા માર્ગ પર અચાનક મોટો ભુવો પડી ગયો હતો. વ્યસ્ત રસ્તા પર ભુવો પડતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે રૂ.1288 કરોડનું બજેટ (1288 Crore Budget) ફાળવવામાં આવ્યું છે. આટલી મોટી રકમ વિકાસ પાછળ ખર્ચાવાની હોવા છતાં શહેરમાં રસ્તાઓની સ્થિતિને લઈને ફરિયાદો સામે આવતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
Navsari Pothole: નવા રસ્તાઓ પર વારંવાર ભુવા પડતા હોવાનો આક્ષેપ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરના કેટલાક વિસ્તારોમાં નવા બનેલા રસ્તાઓ પર પણ ભુવા (Navsari Road Damage) પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે રસ્તાના બાંધકામમાં વપરાતી સામગ્રી, કામગીરીની ગુણવત્તા અને ચોમાસા પહેલાં કરવામાં આવતી તૈયારીઓ અંગે લોકોમાં સવાલો ઊભા થયા છે.
વારંવાર ભુવા પડવાની ઘટનાઓને પગલે સ્થાનિક નાગરિકોએ રસ્તાના બાંધકામની ગુણવત્તાની તપાસ કરવાની માગ કરી છે. ભુવો કયા કારણોસર પડ્યો અને રસ્તાના બાંધકામમાં કોઈ બેદરકારી થઈ છે કે નહીં, તેની તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
‘ભુવા તો પડશે જ’ નિવેદનને લઈને પણ વિવાદ
અગાઉ નવસારીના મેયર દ્વારા ‘ભુવા તો પડશે જ, સંયમ રાખજો’ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ સામે આવ્યો હતો. આ નિવેદનને લઈને પણ વિપક્ષ અને કેટલાક નાગરિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. હવે મામલતદાર કચેરી સામે ફરી ભુવો પડતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
શહેરમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે ત્યારે રસ્તાઓની ગુણવત્તા જળવાય અને જાહેર સલામતી સાથે કોઈ બાંધછોડ ન થાય તે જરૂરી છે. સ્થાનિકોએ ભુવો પડવાની ઘટનાની તપાસ કરી જવાબદારી નક્કી કરવા તેમજ રસ્તાનું યોગ્ય અને કાયમી સમારકામ કરવાની માગ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં વિદ્યાર્થિનીને NEET PG પરીક્ષામાં પ્રવેશ ન મળતાં માતા બેભાન
આ પણ વાંચો: છત ધરાશાયી થતાં ભુજમાં હડકંપ, વર્ષોથી જોખમી ઇમારતો સામે નક્કર કાર્યવાહીની માગ
આ પણ વાંચો: મહેસાણાના કડા ગામે ગૌચર જમીનમાં રૂ.98 લાખના ખનનનો આક્ષેપ, અધિકારી સામે કાર્યવાહી
