Neha Pachisia Controversy: મધ્યપ્રદેશની સસ્પેન્ડેડ DSP નેહા પચ્ચીસિયા હાલ એક કેસને કારણે ચર્ચામાં છે. ધરપકડથી બચવા માટે તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી રાહત ન મળ્યા બાદ તપાસ ટીમે તેમની ધરપકડ માટે 10 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. નેહા ઉપરાંત કેસમાં સામેલ અન્ય બે આરોપીઓ સામે પણ સમાન ઈનામ જાહેર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

એર હોસ્ટેસની નોકરી છોડીને બની DSP
નેહા પચ્ચીસિયાની(Neha Pachisia) સફર પણ ઘણી રસપ્રદ રહી છે. સામાન્ય પરિવારમાંથી આવતી નેહાએ અભ્યાસ બાદ એરલાઇન્સ કંપનીમાં એર હોસ્ટેસ તરીકે કામ કર્યું હતું. જોકે, સરકારી સેવામાં જોડાવાનું તેમનું સપનું હતું. તેમણે લગભગ ચાર વર્ષ સુધી MPPSCની તૈયારી કરી અને 2016માં પરીક્ષા પાસ કરીને DSP તરીકે પોલીસ સેવામાં પ્રવેશ કર્યો. DSP બન્યા બાદ નેહાની સોશિયલ મીડિયા પર પણ સારી લોકપ્રિયતા થઈ. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી પોસ્ટ અને વીડિયો શેર કરતા હતા. તેમના સંઘર્ષ અને સફળતાને કારણે તેમને ભૂતકાળમાં કેટલાક રાજકીય નેતાઓ અને મંત્રીઓ દ્વારા સન્માન પણ મળ્યું હતું.

પહેલાં પણ વિવાદોમાં આવી ચૂક્યાં છે
પોલીસ સેવામાં દરમિયાન નેહા પચ્ચીસિયા(Neha Pachisia) અલગ અલગ કારણોસર ચર્ચામાં રહી ચૂકી છે. ગુનામાં CSP તરીકે ફરજ બજાવતી વખતે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વરિષ્ઠ અધિકારીઓ અંગે એક વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાનું સ્પષ્ટીકરણ આપ્યું હતું અને પોસ્ટ દૂર કરી દેવામાં આવી હતી.

પતિ સાથેનો સંબંધ પણ રહ્યો ચર્ચામાં
નેહાની(Neha Pachisia) અંગત જિંદગી પણ વિવાદોથી દૂર રહી નથી. 2019માં તેમના લગ્ન કુણાલ જોશી સાથે થયા હતા. વર્ષ 2022માં નેહાએ ભોપાલના હબીબગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઘરેલુ હિંસા અને પતિની દારૂની લત સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને વચ્ચે છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. હવે વસૂલીના કેસમાં FIR નોંધાયા બાદ નેહા પચ્ચીસિયા ફરી એકવાર ચર્ચામાં છે. તપાસ ટીમ તેમની શોધ કરી રહી છે અને તેમની ધરપકડ માટે ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં જળપ્રલય જેવી સ્થિતિ! ડેમ તૂટ્યો, ઘરો-રસ્તાઓ પાણીમાં, આજે 26 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આ પણ વાંચો: મધ્યપ્રદેશના રીવામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, 400થી વધુ ગામો પ્રભાવિત
આ પણ વાંચો: મગ ખરીદી મુદ્દે મધ્યપ્રદેશમાં ખેડૂતોનો વિરોધ યથાવત, સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ
