Surat News/ સુરતના કરચેલિયા ગામમાં સગીર બાળકીની છેડતીની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લીધું, ગ્રામજનો રોષે ભરાયા

આ ઘટનાની જાણ બાળકીના પરિવારજનોને થતાં તેઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવાનો પ્રયાસ કર્યો.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કરચેલિયા ગામમાં એક સગીર આદિવાસી બાળકી સાથે થયેલી છેડતીની ઘટનાએ ગામમાં ભારે તનાવનું વાતાવરણ સર્જ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો, જેના કારણે દુકાનમાં તોડફોડ અને આગજનીની ઘટના બની. પરિણામે, ગામમાં હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ છે, અને જિલ્લા પોલીસનો મોટો કાફલો તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

કરચેલિયા ગામની એક સગીર આદિવાસી બાળકી ગામની એક દુકાને પેન્સિલ ખરીદવા ગઈ હતી. આ દરમિયાન દુકાનદારે તેની સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનો આરોપ છે. આ ઘટનાની જાણ બાળકીના પરિવારજનોને થતાં તેઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવાનો પ્રયાસ કર્યો. જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતાં લોકોનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો.

આ ઘટનાને લઈ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા અને દુકાન પર હુમલો કર્યો. ગુસ્સે ભરાયેલા ટોળાએ દુકાનમાં તોડફોડ કરી અને તેને આગ લગાડી દીધી. આ ઉપરાંત, ગ્રામજનોએ રસ્તો રોકી દેતાં ગામમાં તનાવનું વાતાવરણ સર્જાયું. આખા ગામે આ ઘટનાને લઈ બાન લઈ લીધું હતું, અને સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોવાનું લાગી રહ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુસ્સે ભરાયેલા ટોળાને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા તાકીદે પગલાં લીધાં. આગજનીની ઘટનાને નિયંત્રણમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સલાબતપુરામાં લુખ્ખા તત્વોનો પથ્થરમારા સાથે આતંક, ગાડી પાર્ક કરવા મુદ્દે પિતા-પુત્રને માર્યા, ઘરમાં તોડફોડ કરી

આ પણ વાંચો:સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, શૈક્ષણિક જમીન નવરાત્રી માટે ભાડે આપવાનો આરોપ

આ પણ વાંચો:સુરતમાં બ્લેકમેલિંગથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત….