Surat News : સુરતમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેમાં સુરતના સલાબતપુરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જેમાં કાર પાર્ક કરવા જેવી નજીવી બાબતના ઝઘડામાં ચાર શખ્સોએ પિતા પુત્રને માપ માર્યો હતો. ત્યારબાદ પિતા પુત્ર બચવા માટે પોતાના ઘરમાં ઘૂસી ગયા હતા. પૈકી એક તલવાર લઈને આવ્યો હતો અને ત્યારબાદ તોડફોડ કરી હતી. આ સાથે જ આખા પરિવારને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ જવા પામી છે.
આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ચાર જેટલા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે, સલામત પુરા વિસ્તારમાં આવેલી પંચશીલ નગરમાં યુનુસખાન હજીજખાન લાકડાવાલા પઠાણ પરિવાર સાથે રહે છે. ગતરોજ(14 જુલાઈ) સવારના સમયે યુનુસ ખાનના પિતા સાથે માથાભારે વસીમ ઉર્ફે વસીઓ મોઈન શેખની ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. યુનુસખાને સમજાવતા અપશબ્દો બોલીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ થોડા સમયમાં જ વસીમ તેના અન્ય ત્રણ મિત્રો સાથે ધસી આવ્યો હતો.
માથાભારે વસીમે યુનુસના પિતાજીને કહ્યું હતું કે, ‘કેમ તમે અહીં મહોલ્લા ના દાદા બની ગયા છો, તમે તમારી ગાડીઓ રસ્તા પર કેમ પાર કરો છો’ તેમ કહીને ફરી બોલા ચાલી શરૂ કરી હતી. પિતા સાથે ફરી બોલાચાલી થતી હોવાથી યુનુસ પણ દોડી ગયો હતો દરમિયાન વસીમ અને તેના ત્રણ મિત્રોએ મળીને પિતા પુત્ર બંનેને ઠીક મૂકીનો માર માર્યો હતો. જેથી બંને પિતા પુત્ર બચવા માટે ભાગીને પોતાના ઘરમાં ઘૂસી ગયા હતા.પિતા પુત્ર ઘરમાં ઘૂસી જતા વસીમ તલવાર લઈને આવ્યો હતો અને બારણા પર લાતો મારી હતી અને તલવાર મારી હતી.
આ સાથે તેની સાથે રહેલા અન્ય ત્રણ મિત્રોએ પણ બારી અને બારણામાં પથ્થરો માર્યા હતા. આ સાથે જ તમને આખા પરિવારને જાનથી મારી નાખવાના છે એ રીતની ધમકી આપતા હતા. ત્યારબાદ આ તમામ ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે પરિવાર ખૂબ જ ડરી ગયું હતું. સગા સંબંધીઓ અને સમાજના લોકોએ હિંમત આપતા ગતરોજ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
યુનુસખાનની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસમાં માથાભારે વસીમ શેખ અને તેના અન્ય ત્રણ મિત્રો અનવર મણીયાર, નાજીમ કલીમ શેખ અને અજર ઝીંગા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ ગઈ છે. હાલ સલાબતપુરા પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
