Ahmedabad News : અમદાવાદમાં મિત્રોએ જ મિત્રને સમાધાનને બહાને બોલાવીને તેની હત્યા કરી નાંખવાની ઘટના સામે આવી છે. રાજ્યમાં લૂંટ, મારામારી, હત્યા સહિતના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં મિત્રોએ મિત્રની હત્યા નીપજવાની હોવાની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લઈને સમાધાન માટે બોલાઈને ત્રણ શખ્સોએ મિત્રને ગળાના ભાગે અસ્ત્રો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ત્રણેય આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ગીતામંદિર ખાતે ગઈકાલે મંગળવારે (8 જુલાઈ) રાત્રે જયેશ ઉર્ફે જેકો ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને જગદીશ ઉર્ફે જગ્ગુ રાઠોડએ કેતન ગોહેલને ગળાના ભાગે અસ્ત્રો મારીને હત્યા નીપજ્યા હોવાને લઈને મૃતકના ભાઈ ધર્મેન્દ્રએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા કેતન અને મિત્ર જગદીશ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેને લઈને જગદીશે તેના અન્ય મિત્રો જયેશ, ધર્મેશ સાથે મળીને કેતન સાથે સમાધાન કરવા માટે બોલાવ્યો હતો.
જ્યારે ગઈકાલે (8 જુલાઈ) સમાધાન માટે પહોંચેલા કેતન પર જગદીશ સહિતના મિત્રોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન જગદીશે કેતના ગળાના ભાગે અસ્ત્રો મારીને હત્યા કરી હતી. જોકે, આ પછી લોહીથી લતપથ કેતનને સારવારે અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
