Surat News/ સુરતના લસકાણા વિસ્તારમાં એક યુવકનું કપાયેલું માથું અને ધડ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ

વિપુલનગરમાં એક ખુલ્લા વિસ્તારમાંથી એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

Top Stories Gujarat Breaking News

Surat News:સુરત (Surat) શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અલગ અલગ જગ્યાએથી એક યુવકનું કપાયેલું માથું અને ધડ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ લસકાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની (Crime Branch) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિપુલનગરમાં એક ખુલ્લા વિસ્તારમાંથી એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી,અને થોડા અંતરે આવેલા એક રૂમમાંથી લાશનું ધડ પણ મળી આવ્યું હતું. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભય અને આઘાતનો માહોલ છે. પોલીસે લાશની ઓળખ માટે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી યુવકની ઓળખ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આ ઘટનાને હત્યા માનવામાં આવી રહી છે, અને પોલીસ આ ઘટનાના કારણો અને ગુનેગારોની શોધ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:સુરતની ગૌરવગાથા, સ્વચ્છ હવા સર્વેક્ષણમાં ટોપ-3 સ્થાન, આજે દિલ્હીમાં એવોર્ડ આપવામાં આવશે

આ પણ વાંચો:સુરતમાં કાપડના વેપારી સાથે રૂ. 28.69 લાખની છેતરપિંડી