Mantavya Exclusive/ સુરતમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટનો ખેલ- વિદ્યાર્થીઓ ‘ડમી’, પણ ‘કૌભાંડ અસલી’

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં ખુલ્યું છે કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલપી સવાણી રિવરડેલ સ્કૂલ સહિતની સંસ્થાઓ ડમી વિદ્યાર્થીઓના નામે એડમિશન કરીને શિક્ષણની આડમાં વેપાર ચલાવી રહી છે.

Gujarat Top Stories Surat Mantavya Exclusive Breaking News

Surat News: સુરતનું શિક્ષણ જગત હચમચી ગયું છે! મંતવ્ય ન્યૂઝના ધમાકેદાર સ્ટિંગ ઓપરેશનથી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલપી સવાણી રિવરડેલ સ્કૂલની મિલીભગતથી ચાલતો કરોડોનો ગોરખધંધો ખુલ્લો પડ્યો છે. ડમી વિદ્યાર્થીઓના નામે નકલી એડમિશન, લાખોની ફીની લૂંટ અને વાલીઓ પર લોનનું દબાણ, આ બધું શિક્ષણના નામે ચાલતો એક ગંદો ખેલ છે. અડાજણમાં ચાલતા આ કૌભાંડે વાલીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકી દીધું છે, અને હવે સુરતની જનતા ન્યાયની માંગ કરી રહી છે!

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં ખુલ્યું છે કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલપી સવાણી રિવરડેલ સ્કૂલ સહિતની સંસ્થાઓ ડમી વિદ્યાર્થીઓના નામે એડમિશન કરીને શિક્ષણની આડમાં વેપાર ચલાવી રહી છે. આ ડમી આઈડીનો ઉપયોગ કરીને કોચિંગ ક્લાસીસ પોતાના પરિણામોને ચમકાવે છે અને નકલી સફળતાના આંકડા ઊભા કરે છે. આ ખેલમાં વાલીઓને લાખો રૂપિયાની ફી ભરવા મજબૂર કરવામાં આવે છે, જેમાંથી ઘણા વાલીઓને લોન લેવાની ફરજ પડે છે. આ બધું શિક્ષણના નામે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો દગો છે!

આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને સંડોવાયેલી શાળાઓ દ્વારા ફીનું એક નવું મોડલ બહાર આવ્યું છે, જેમાં ત્રણ ભાગમાં ફી વસૂલવામાં આવે છે. આ ફીની રકમ લાખોમાં પહોંચે છે, જેનો બોજ વાલીઓ પર નાખવામાં આવે છે. ઘણા વાલીઓએ મંતવ્ય ન્યૂઝને જણાવ્યું કે તેમને ફી ભરવા માટે લોન લેવાની ફરજ પડી, જેનાથી તેમની આર્થિક સ્થિતિ પર ભારે અસર પડી છે. આ લૂંટનો ખેલ સુરતના અડાજણ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝના આ ખુલાસા બાદ સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, “આ કૌભાંડની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે, જે વિવિધ કોચિંગ ક્લાસીસ અને શાળાઓમાં તપાસ કરશે. જો ડમી વિદ્યાર્થીઓનો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ખુલાસો થશે, તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.” DEOએ વાલીઓને પણ જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે, “વાલીઓએ પણ સજાગ રહેવું જોઈએ, કારણ કે આવા ખેલમાં બાળકોનું ભવિષ્ય જોખમાય છે.”

મંતવ્ય ન્યૂઝ અડાજણના એલપી સવાણી શાળાનું નામ સ્ટિંગમાં સામે આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝની ટીમ સ્કૂલે કેમેરા સાથે પહોંચી ગઈ હતી. સ્કૂલના ઇન્ચાર્જ મંતવ્ય ન્યૂઝ સામે આવ્યા હતા. તેઓને આ પ્રકારની સાંઠગાંઠ અંગે સવાલો પૂછવામાં આવતા તેમણે વાત નકારી કાઢી હતી. આકાશના પુરાવા માંગતા શાળાના ઇન્ચાર્જ ગભરાઈ ગયા હતા. પુરાવાની વાત સાચી લાગતા અને તેમને પુરાવા આપતા એલપી સવાણીના ઇન્ચાર્જ ભાગ્યા હતા. આ બતાવે છે કે બાળકોના ભવિષ્ય સાથે ખેલ રમવામાં આવી રહ્યો છે અને શાળા અને આકાશ ઇન્સ્ટિટ્યુટ જેવાની સાંઠગાંઠ વડે ખુલ્લેઆમ કૌભાંડ ચાલતા રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં હેલ્મેટ કૌભાંડ: ટ્યુશન જતા વિદ્યાર્થીઓની જીવ લે તેવી બેદરકારી

આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષણ માફિયાનો કાળો કારોબાર: JEE-NEET કોચિંગની KOTA ફેક્ટરી