Ahmedabad News: ગુજરાતના શિક્ષણ જગતમાં હચમચાવતા કૌભાંડોનો પર્દાફાશ કરવાની પહેલ કરતા મંતવ્ય ન્યૂઝે ગઇકાલે એલન પછી આ વખતે આકાશ ઇન્સ્ટિટ્યુટના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શિક્ષણનું નામ લઈને કોર્પોરેટ સ્ટાઇલમાં સરેઆમ ચાલતી લૂંટનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશે કર્યો છે તે સમયે આખા રાજ્યના શિક્ષણ જગતમાં સન્નાટો છવાઈ ગયો છે. શાસક પક્ષ સ્તબ્ધ છે તો વિપક્ષ ગેલમાં આવી ગયો છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પોતે ટ્વીટ કર્યુ છે કે રાજ્યમાં શિક્ષણની આડમાં ચાલતા ગોરખધંધાનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. ગુજરાતની પ્રજા હવે સ્કૂલોની જંગી ફીના ખપ્પરમાં તો હોમાતી હતી, હવે કોચિંગ ક્લાસની કમરની કેડ તૂટી જાય તેવી ફીની નાગચૂડમાં ભરાઈ છે. ગુજરાતનું શિક્ષણ જાણે ખાનગી સ્કૂલો અને કોચિંગ ક્લાસની નાગચૂડમાં ભરમાઈ ગયું છે. સ્કૂલો અને કોચિંગ ક્લાસ તો જાણે વિદ્યાર્થી અને તેમના વાલી તેમના માટે દૂઝણી ગાય હોય તેમ રીતસર દોહી રહ્યા છે.
#Aakash Institute ના કૌભાંડનો પર્દાફાશ, મંતવ્યના સ્ટીંગમાં આકાશનો ગોરખધંધો બહાર ! https://t.co/sIsligwem4
#BigScam #Loot #Education #DummySchool @Bhupendrapbjp @DindorKuber
@Mantavyanews— Dr.Manish Doshi (@drmanishdoshi) September 10, 2025
અહીં કોંગ્રેસનો સવાલ ફક્ત એટલો જ છે કે આ રાજ્યવ્યાપી શિક્ષણ જગતનું કૌભાંડ ફક્ત એલન અને આકાશે જ પૂરુ થઈ જાય છે કે પછી હજી મંતવ્ય ન્યૂઝ બીજા ધડાકા કરે ત્યાં સુધી સરકાર રાહ જોવાની છે. લોકોના પરસેવાની કમાણીના રૂપિયાની આ ધોળે દહાડે ચાલતી લૂંટ સામે તંત્ર કોઈ સુધ કેમ લેતું નથી. લાગે છે કે હવે તો જાણે લૂંટના પ્રકાર પણ બદલાઈ ગયા છે. જો ધારીયુ લઈને ધાડ પાડો, બંદૂક લઈને બેન્ક લૂંટો તો માંડ 40થી 50 લાખ રૂપિયા મળે અને જીવનું જોખમ પણ ખરુ તથા પકડાવવાનો ડર પણ ખરો. પણ સુટેડબુટેડ થઈને લૂંટો તો કોઈ પૂછનાર જ નહી, જ્યાં હોય ત્યાં ફક્ત સેટિંગ કરી દેવાનું.
ફક્ત લોકોને સપના બતાવો અને પોતાના સપના પૂરા કરો, બતાવવાના ફક્ત સપના પણ જવાબદારી કોઈ જ નહીં. રાજ્યના શિક્ષણ જગતનું આટલું મોટું તંત્ર આ આ બધા કૌભાંડોની સામે કુંભકર્ણની નિંદ્રામાં ઘોરે છે. તંત્રની આ કુંભકર્ણની નિંદ્રા દરમિયાન નીતનવા કૌભાંડોનું સર્જન થઈ જાય છે, પણ તંત્રને પણ શિક્ષણ જરૂર છે.
આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ
આ પણ વાંચો: એલન સાથેની સાંઠગાંઠમાં સુરતમાં સંડોવાયેલી સ્કૂલોની તપાસ કરીશુઃ ડીઇઓ
આ પણ વાંચો: Mantavya Exclusive/એલન ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડ: શિક્ષણના નામે ધંધો અને નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ
