Gandhinagar News:શ્રમિકો અને કામદારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે કામદારોને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા મળશે. આ સુધારા બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ બિલ રજૂ કરતી વખતે કહ્યું હતું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકતામાં પણ વધારો થશે.
કામદારો આ કાયદા હેઠળ હવે દરરોજ 8 કલાકને બદલે 12 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે,અઠવાડિયામાં કુલ કામના કલાકો ફક્ત 48 જ રહેશે.આનો અર્થ એ છે કે જો કોઈ કામદાર અઠવાડિયામાં 12 કલાક 4 દિવસ કામ કરે છે, તો તેને બાકીના 3 દિવસ માટે પેઇડ રજા મળશે. આનાથી કામદારોને તેમના પરિવાર સાથે સમય વિતાવવા અને આરામ કરવા માટે વધુ સમય મળશે.
એટલુજ નહીં કામદારોને ઓવર ટાઈમના બમણા રૂપિયા પણ મળશે એટલે કે જો કોઈ કામદાર દિવસમાં 12 કલાકથી વધુ કામ કરે છે, તો તેને ઓવરટાઇમ ગણવામાં આવશે. આ ઓવરટાઇમ માટે, કંપની તેને સામાન્ય પગાર કરતાં બમણો પગાર ચૂકવવો પડશે. આ સુધારામાં ઓવરટાઇમ મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે કામદારો ત્રણ મહિનામાં 75 કલાકને બદલે 125 કલાક સુધી ઓવરટાઇમ કામ કરી શકશે.
આપને જણાવી દઈએ આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ઉદ્યોગો અને કામદારો વચ્ચે સંતુલન જાળવવાનો છે. સરકાર માને છે કે આ સુધારાથી ઉત્પાદકતા વધશે અને ઉદ્યોગોને પણ ફાયદો થશે. ઉપરાંત, તે કામદારોને તેમના કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવામાં પણ મદદ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સુધારા બિલ ગુજરાતના લાખો કામદારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જોકે, આ કાયદાનો અમલ કેવી રીતે થાય છે અને તેનાથી ખરેખર શું ફાયદો થાય છે તે જોવાનું બાકી છે.
આ પણ વાંચો:ગુજરાતને આ વર્ષે 30 IAS ઓફિસર મળશે: ઋષિકેશ પટેલ
આ પણ વાંચો: ‘બજેટ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના પ્રદાન કરશે’: રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
આ પણ વાંચો:ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ
