Not Set/ અંતરિક્ષમાં પણ જોવા મળશે અમેરિકાનો દબદબો, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસ ફોર્સ તૈયાર કરવા માટે આપ્યો આદેશ

વોશિંગ્ટન, દુનિયાભરમાં એક મહાસત્તા તરીકે પોતાનો દબદબો જાળવી રાખનાર અમેરિકા હવે સ્પેસમાં પણ પોતાની એક સ્પેશિયલ ફોર્સ બનાવવાની તૈયારીમાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોનને એક નવી સ્પેસ ફોર્સ તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું, “હું એ રક્ષા વિભાગ અને પેન્ટાગોનને સેનાની છઠ્ઠી શાખા તરીકે એક ખાસ સ્પેસ ફોર્સ તૈયાર કરવા માટેની […]

Top Stories World Trending

વોશિંગ્ટન,

દુનિયાભરમાં એક મહાસત્તા તરીકે પોતાનો દબદબો જાળવી રાખનાર અમેરિકા હવે સ્પેસમાં પણ પોતાની એક સ્પેશિયલ ફોર્સ બનાવવાની તૈયારીમાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોનને એક નવી સ્પેસ ફોર્સ તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું, “હું એ રક્ષા વિભાગ અને પેન્ટાગોનને સેનાની છઠ્ઠી શાખા તરીકે એક ખાસ સ્પેસ ફોર્સ તૈયાર કરવા માટેની આવશ્યક પ્રક્રિયા તરત જ શરુ કરવા માટે આદેશ આપ્યો છે. અમારી પાસે એયરફોર્સ છે, પરંતુ અમે અલગથી સ્પેસ ફોર્સના ગઠન કરવા માટે આગળ વધી રહ્યા છે”.

અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું, “અમેરિકાની રક્ષાની વાત આવે છે ત્યારે અંતરિક્ષમાં અમેરિકી હાજરી નિમિત નથી, અંતરિક્ષમાં પણ અમારો દબદબો હોવો જોઈએ. સ્પેસ ફોર્સ અથવા તો અંતરિક્ષમાં પણ બળની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી નથી”.

સ્પેસ ફોર્સ અમેરિકાની સેનાની હશે છઠ્ઠી શાખા

આ સાથે જ સ્પેસ ફોર્સ અમેરિકાની સેનાની છઠ્ઠી શાખા હશે જયારે આ ફોર્સ બનાવનાર અમેરિકા દુનિયાનો પ્રથમ દેશ હશે. ત્યારે હવે અમેરિકા દુનિયાભરના દેશોની સાથે અંતરીક્ષમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવવાનો પ્રયાસ કરશે.

હાલમાં અમેરિકા પાસે યુએસ આર્મી, એરફોર્સ, મરીન, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની કુલ પાંચ સેના છે.

મહત્વનું છે કે, આ પહેલા ટ્રમ્પ સ્પેસ ફોર્સ બનાવવા માટેની ઈચ્છા જતાવી ચુક્યા છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પના આ એલાન બાદ અમેરિકામાં ક્લિન્ટન યુગની ઈમાનદાર શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.

આગામી જંગની તૈયારીમાં અમેરિકા

માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકાની આ સ્પેશિયલ સ્પેસ ફોર્સ યુદ્ધની સાથે સાથે અંતરિક્ષમાં લડવા માટેની કોઈ પણ સંભવિત જંગ માટે તૈયાર રહેશે.