Not Set/ ભારત સ્વતંત્રતા દિવસ પહેલા મોટી સફળતા હાંસલ કરશે, ‘EOS-03’ ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરશે

સ્વતંત્રતા દિવસ 2021 ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ભારત 12 ઓગસ્ટના રોજ તેની બહુપ્રતિક્ષિત જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ -1 લોન્ચ કરવા જઇ રહ્યું છે

Top Stories India

સ્વતંત્રતા દિવસ 2021 ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ભારત 12 ઓગસ્ટના રોજ તેની બહુપ્રતિક્ષિત જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ -1 લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ GSLV-F10 દ્વારા 12 ઓગસ્ટના રોજ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહનું કોડનામ EOS-03 રાખવામાં આવ્યું છે.

ઈસરોએ માહિતી આપી છે કે આ ઉપગ્રહનું લોન્ચિંગ 12 ઓગસ્ટના રોજ સવારે 5:43 વાગ્યે કરવામાં આવશે. જોકે લોન્ચિંગ હવામાન પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. EOS-03 ઉપગ્રહને GSLV F10ની મદદથી પૃથ્વીની આસપાસ મૂકવામાં આવશે. કોવિડ -19 રોગચાળાને કારણે આ ઉપગ્રહનું લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં 28 ફેબ્રુઆરીએ ઇસરોએ 18 નાના ઉપગ્રહો પણ લોન્ચ કર્યા હતા. તેમાં દેશી અને વિદેશી ઉપગ્રહોનો સમાવેશ થાય છે. અંતરિક્ષ વિભાગના રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહએ હાલ સંસદમાં દાવો કર્યો હતો કે, ‘EOS-3 પુરા દેશની રોજની 3/4 ઇમેજ મોકલશે. આ સાથે પાણીના સ્ત્રોત, ખેતીના પાકો, વનસ્પતિની સ્થિતિ અને વન ક્ષેત્ર પર નજર રાખશે. આ ઉપગ્રહ ભારે વરસાદ, વાવાજોડું કે બીજી કુદરતી આફતોની જાણકારી આપશે.

ભારતનું રોકેટ શ્રીહરિકોટા અવકાશ કેન્દ્ર પરથી 28 ફેબ્રુઆરીએ પ્રથમ વખત બ્રાઝિલના ઉપગ્રહને લઈને ઉપડ્યું હતું. ભારતના પીએસએલવી (ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન) સી -51 બ્રાઝિલના એમેઝોનિયા -1 અને 18 અન્ય ઉપગ્રહોને શ્રીહરિકોટા અવકાશ કેન્દ્રમાંથી ઉપડ્યા. આ અવકાશયાનની ટોચની પેનલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર કોતરેલી હતી.