Rajkot News/ રાજકોટમાં AAPની પૂર્વ ઉમેદવારનું રહસ્યમય મોત, પરિવારે હત્યાની વ્યક્ત કરી શંકા

રાજકોટના એક ફ્લેટમાંથી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ (Woman Death Case) મળી આવતા ચકચાર મચી છે. પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી છે, જ્યારે પોલીસ તપાસ કરી રહી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Woman Death Case : લિવ-ઇન સંબંધ વચ્ચે યુવતીનું મોત, પરિવારજનોએ ઉઠાવ્યા સવાલો

Rajkot News: રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તાર નજીક આવેલા એક રહેણાંક ફ્લેટમાંથી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ (Woman Death Case ) મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ નંદની બોસમીયા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા.

Woman Death Case: 23 વર્ષની નંદનીનું રહસ્યમય મોત

મળતી માહિતી અનુસાર, નંદની બોસમીયા છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં રહેતી હતી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતી હતી. પરિવારના જણાવ્યા મુજબ, તે એક વ્યક્તિ સાથે લિવ-ઇન સંબંધમાં રહેતી હતી. ઘટનાના દિવસે પરિવારજનોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાબ ન મળતા ઓળખીતાઓને ફ્લેટ પર મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી યુવતીનો મૃતદેહ (Woman Death Case ) મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ (Woman Death Case )ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે યુવતીને અગાઉથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારનું કહેવું છે કે આ મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તમામ સંજોગોની ચકાસણી કરવી જોઈએ.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે નંદની બોસમીયાએ અગાઉ જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.

હાલ રાજકોટ તાલુકા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:રાજકોટમાં યુવતીનું વીજ કરંટ લાગતા કમકમાટીભર્યુ મોત, પરિવાર શોકના માતમમાં

આ પણ વાંચો:રાજકોટમાં ચોંકાવનારી ઘટના, બોલાચાલી બાદ માતાએ સગી પુત્રી પર ફેંક્યું એસિડ

આ પણ વાંચો:રાજકોટમાં દલિત યુવક ભાવેશ વાણવીની હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા, 2 ફરાર